વિદેશી બજારમાં ભારતીય રોકાણકારોની સંખ્યા 51 ટકા વધી, નફો પણ વધ્યોઃ રિપોર્ટ
અમદાવાદ, તા. 26 નવેમ્બર: ભારતીય રોકાણકારો હવે વિદેશી શેરબજારમાં મોટા પાયે રોકાણ કરી રહ્યા છે અને સારો નફો પણ કમાઈ રહ્યા છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં વિદેશી બજારમાં ભારતીય રોકાણકારોની સંખ્યા 51 ટકા વધી છે, સાથે સાથે નફાની કમાણીમાં પણ વધારો થયો હોવાનું વેસ્ટેડ (Vested) નામના ગ્લોબલ ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મના એક તાજેતરના રિપોર્ટ (How India Invests Globally…
