અમદાવાદ: પર્યાવરણલક્ષી, અને કાર્યક્ષમ  ફીલીંગ અને પેકેજીંગ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સના  ક્ષેત્રે વ્યસ્ત જર્મન ઇન્જિનિયરિન્ગ લીડર KHS Gmbhની પેટા કંપની KHS ઈન્ડીયા અમદાવાદમાં રૂ. 50 કરોડના ખર્ચે તેના કાર્ય ક્ષમતા વિસ્તરણ માટે નવો પ્લાન્ટ સ્થાપી રહી છે. આ પ્રંસગે KHS ગ્લોબલના સીઈઓ કેઈ એકર, KHS ઈન્ડીયાના ચેરમેન માર્ટીન રેશ, KHS ઈન્ડીયાના એમડી, યતીન્દ્ર શર્મા હાજર રહ્યા હતા. KHS ઈન્ડીયા, કોકા કોલા, પેપ્સી, અમૂલ, નેસ્લે, પાર્લે, દાવત, મેઘા, કાર્લસબર્ગ, હેઈન્કેન તથા અન્ય બેવરેજ ઉદ્યોગના અગ્રણીઓને બેવરેજ ટેકનોલોજી પ્રોવાઈડર છે. KHS ઈન્ડીયા KHS ગ્લોબલ પાસેથી અત્યંત ઈનોવેટીવ ટેકનોલોજી અને ટેકનિકલ જાણકારી પૂરી પાડશે. તે અદ્યતન ડિજિટલ  ટેકનોલોજી સેન્ટર વિકસાવી રહી છે કે જે ટેકનોલોજી તાલિમ, આફટર સેલ્સ સર્વિસ, પ્રોજેકટ ઈન્સ્ટૉલેશન,  અને કમિશનીંગનાં ઈનોવવેટિવ ડિજિટલ સોલ્યુશન્સ પૂરાં પાડશે. KHS ઈન્ડીયાના એમડી યતીન્દ્ર શર્માએ કહ્યું કે રૂ.50 કરોડના ખર્ચે સ્થપાઇ રહેલા નવા પ્લાન્ટથી ઉત્પાદન ક્ષમતામાં 40 ટકાનો વધારો થશે. આ પ્લાન્ટથી 150 વ્યક્તિને સીધી રોજગારી તથા અનેક લોકોને આડકતરી રોજગારી મળશે.