અમદાવાદ, 6 જૂનઃ દિવસ દરમિયાન 300 પોઇન્ટની સાંકડી વધઘટના અંતે સેન્સેક્સે છેલ્લે જોકે, 5.41 પોઇન્ટના સુધારા સાથે 62793 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જ્યારે નિફ્ટી સોમવારે 18600થી 6 પોઇન્ટ દૂર રહ્યો હતો. તો આજે એક પોઇન્ટ દૂર રહેવા સાથે 5.15 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 18599 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. વોલ્યૂમ્સ અને વોલેટિલિટી સ્ટોક સ્પેસિફિક રહેવા સાથે માર્કેટમાં ચોમાસાના આગમન અને આરબીઆઇના નિર્ણયની વાટ જોવાતી હોય તેવું વાતાવરણ રહ્યું હતું.

માર્કેટબ્રેડ્થ અને માર્કેટ સેન્ટિમેન્ટ છતાંય પોઝિટિવ

માર્કેટમાં મેજર ઇન્ડાઇસિસની વધઘટ સંકડાયેલી રહી હતી. પરંતુ કોર્પોરેટ ન્યૂઝ અને રિઝલ્ટ્સના આધારે સ્ટોક સ્પેસિફિક વેલ્યૂ બાઇંગનું વલણ જારી રહ્યું છે. તેના કારણે બીએસઇ ખાતે આજે માર્કેટબ્રેડ્થ પણ પોઢિટિવ રહી હતી.

સેન્સેક્સ301713
બીએસઇ365919861546

સેન્સેક્સ પેકમાં આઇટી શેર્સ રેડ ઝોનમાં રહ્યા

સેન્સેક્સ પેકમાં આજે ઈન્ફોસિસના શેરોમાં સૌથી વધુ 1.90 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં ટેક મહિન્દ્રા, ટીસીએસ, વિપ્રો, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, આઈસીઆઈસીઆઈ બેન્ક અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે.

સેક્ટોરલ્સમાં ઇન્ટરેસ્ટ રેટ સ્પેસિફિક સેક્ટર્સમાં સુધારાની ચાલ

ઓટો, રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ, પાવર, ફાર્મા, બેન્ક અને ફાઈનાન્શિયલ શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે આઈટી, ટેકનો, મેટલ અને ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.29 ટકા અને 0.42 ટકા વધીને બંધ રહ્યા હતા.

અમેરિકામાં વ્યાજદર વધારાનું ચક્ર અટકવાની આશા સાથે ભારતીય શેરબજાર આજે ભારે ઉતાર-ચઢાવ બાદ ફ્લેટ બંધ રહ્યું હતું.

sensexની ઇન્ટ્રા-ડે વોલેટિલિટી એક નજરે

વિગતસેન્સેક્સતફાવત
સોમવારે62787
ખુલ્યો62738+49
ઘટી62554-233
વધી62868+81
બંધ627935.41

સુઝલોન એનર્જીના સ્ટોક 8 ટકા જ્યારે અલ્ટ્રાકેમ્કોના શેરમાં 3%ની તેજી જોવા મળી હતી.