અમદાવાદ, 4 જાન્યુઆરીઃ પાવર શેરોમાં તેજીના સથવારે આજે રિલાયન્સ પાવરનો શેર 15.10 ટકા ઉછાળા સાથે 29.88ની વર્ષની ટોચે પહોંચ્યો છે. જે 11.27 વાગ્યે 13.44 ટકા ઉછળી 29.45 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

છેલ્લા એક વર્ષમાં આર પાવરનો શેર બમણો થયો છે. જે 3 જાન્યુઆરી-23માં 14.81 હતો. જે નવી ટોચથી 101.76 ટકા ઉછાળા સાથે મલ્ટીબેગર સ્ટોક બન્યો છે. ઉલ્લેખનીય છે કે, 2023માં રિલાયન્સ પાવરનો શેર માર્ચમાં 9.05ની 52 વીક બોટમ નોંધાવ્યા બાદથી સતત સપ્ટેમ્બર સુધી વધ્યો હતો. જો કે, ઓક્ટોબરમાં નજીવુ કરેક્શન જોવા મળ્યું હતું. બાદમાં નવેમ્બરમાં 22 ટકા ઉછળ્યો હતો. નવેમ્બરથી અત્યારસુધીમાં રિલાયન્સ પાવરનો શેર 51.90 ટકા ઉછળ્યો છે. જ્યારે વાર્ષિક બોટમથી 230.17 ટકા વધ્યો છે.

રિલાયન્સ પાવરે 31 ડિસેમ્બરે સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, તેઓ ઝડપથી ડેટ રિઝોલ્યુસન પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે. દેવાની ચૂકવણી માટે તે ફંડિંગની સતત શોધ કરી રહી છે. જૂન-23માં કંપનીએ સિંગાપોરની વારડે પાર્ટનર્સ પાસેથી રૂ. 925 કરોડનું ડેટ ફંડ એકત્ર કર્યું હતું.

રિલાયન્સ પાવરે ઊંચી આવકને કારણે સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2 FY24)માં તેની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ ઘટીને રૂ. 237.76 કરોડ થઈ છે. અગાઉના વર્ષના સમાન ગાળામાં કંપનીની કોન્સોલિડેટેડ ચોખ્ખી ખોટ રૂ. 340.26 કરોડ હતી. ક્વાર્ટર દરમિયાન કુલ આવક 9.55 ટકા વધીને રૂ. 2,130.83 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં રૂ. 1,945.14 કરોડ હતી.

ટેક્નોલોજી એનાલિસિસ અનુસાર, વિશ્લેષકોએ મોટાભાગે વર્તમાન સ્તરે નફો બુક કરવાની સલાહ આપી હતી. આર પાવરનો ટાર્ગેટ 28 હતો. જે આજે વધી ચૂક્યો છે. આ સ્તરેથી પ્રોફિટ બુક કરવા તેમજ નવી ખરીદીમાં સાવચેતી રાખવા સલાહ આપી છે. 22નો સ્ટોપલોસ છે. કાઉન્ટર ખૂબ વધ્યા છે. રિસ્ક-રિવોર્ડ નવી ખરીદી માટે અનુકૂળ નથી.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)