આઈપીઓ લિસ્ટિંગ એક નજરે

વિગતસામ્હી હોટલ્સઝેગલ પ્રિપેઈડ
સાઈઝરૂ.1370 કરોડરૂ.563 કરોડ
પ્રાઈઝરૂ.126રૂ.164
ગ્રે પ્રિમિયમરૂ.2રૂ.15
લિસ્ટિંગ130.55(3.61%)162(-1.2%)
હાઈ146.45 (21%)176(7.3%)
લો127.45(1.15%)156(-5%)
બંધ143.55(14%)158.30(-3.5%)

અમદાવાદ, 22 સપ્ટેમ્બરઃ આજે વધુ બે આઈપીઓએ મેઈનબોર્ડ ખાતે લિસ્ટિંગ કરાવ્યું છે. જેમાં સામ્હી હોટલ્સે 3.61 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને 21 ટકા સુધી રિટર્ન આપ્યું છે. બીજી બાજુ નિષ્ણાતોએ વધુ જોખમ દર્શાવેલા એવા સામ્હી હોટલ્સના આઈપીઓએ બજારના ખરાબ માહોલ વચ્ચે પણ પોઝિટીવ રિટર્ન આપી રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા હતા. નીચામાં પણ તે તેની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 126 સામે રૂ. 127.45 થયો હતો. સામ્હી હોટલ્સ માટે ગ્રે માર્કેટમાં નજીવા રૂ. 2 આસપાસ પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા.

બીજી તરફ ઝેગલ પ્રિપેઈડના આઈપીઓમાં નેગેટિવ રિટર્નના કારણે રોકાણકારો નાખુશ થયા હતાં. ઝેગલ પ્રિપેઈડ સર્વિસિઝના રૂ. 563.38 કરોડના આઈપીઓએ આજે 1.21 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યા બાદ ઈન્ટ્રા ડે ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 164 સામે 7.32 ટકા વધી રૂ. 176ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. જો કે, અંતે 3.48 ટકા ડિસ્કાઉન્ટે 158.30 પર બંધ રહ્યો હતો. જ્યારે ઝેગલના આઈપીઓ માટે શેરદીઠ રૂ. 15થી 20 પ્રિમિયમ નોંધાયા હતા.

EMS Ltd.નો શેર બીજા દિવસે 5 ટકા તૂટ્યો

શેરબજારના પ્રોફિટ બુકિંગ માહોલ વચ્ચે ગઈકાલે લિસ્ટેડ ઈએમએસ લિ.નો શેર આજે બીજા દિવસે 5 ટકાથી વધુ તૂટી 265.40ની ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો. જે સેશનના અંતે 4.31 ટકા તૂટી 267.70 પર બંધ રહ્યો હતો. આ સાથે ઈશ્યૂ પ્રાઈઝ 211 સામે રિટર્ન ઘટી 26.87 ટકા થયા હતાં.