અમદાવાદ, 29 મેઃ  સિન્ટેક્સ બાય વેલ્સપન, સિન્ટેક્સ TruPuf – ભારતની પહેલી ‘ખરેખર’ ઇન્સ્યુલેટેડ પાણીની ટાંકીની પહોંચનો વિસ્તાર કરી રહી છે. ભારે તાપમાનની પરિસ્થિતિઓનો સામનો કરવા માટે રચાયેલ, 50 મીમી પોલીયુરેથીન ફોમ અસરકારક ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે અને સંગ્રહિત પાણીના તાપમાનને તેની મૂળ સ્થિતિની નજીક જાળવી રાખે છે.

આ પાણીની ટાંકી 100% વર્જિન ફૂડ-ગ્રેડ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવી છે, જે રિસાયકલ પ્લાસ્ટિકથી થતા આરોગ્ય સંબંધી જોખમને દૂર કરી વધુ આરોગ્યપ્રદ વિકલ્પ આપે છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, એન્ટી-શેવાળ અને એન્ટી-વાયરલ ગુણધર્મો પણ છે – જે તેને પરિવારો માટે સુરક્ષિત અને સ્વસ્થ પસંદગી બનાવે છે. તીવ્ર ગરમી અને ઠંડી બંનેમાં કામ કરવા માટે રચાયેલ, TruPuf ઝડપથી ગ્રાહકોની જરૂરિયાતો માટે લોકપ્રિય વિકલ્પ બની રહ્યો છે.

વેલસ્પનના મેનેજિંગ ડિરેક્ટર અને સિન્ટેક્સના ડિરેક્ટર યશોવર્ધન અગ્રવાલે જણાવ્યું કે સિન્ટેક્સ TruPuf એ એક સામાન્ય પરંતુ મહત્વની સમસ્યા માટે વિકસાવવામાં આવ્યું છે. TruPuf ઉપયોગકર્તાને ટકાઉપણું, સ્વચ્છતા અને થર્મલ ઇન્સ્યુલેશન આપીને તેમની રોજિંદી જીંદગીમાં મહત્વનો ફેરફાર લાવે છે. સ્માર્ટ વોટર સ્ટોરેજ એ સ્વસ્થ ઘર અને સમુદાય માટેનું પહેલું  પગથિયું છે. સિન્ટેક્સ TruPuf હાલમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ અને રાજસ્થાન જેવા તીવ્ર ગરમી વાળા વિસ્તારોમાં સક્રિય રીતે પ્રમોટ કરવામાં આવી રહ્યું છે. TruPuf પોતાની જાડી રચના અને ઇન્સ્યુલેશન ડિઝાઇનથી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ પૂરો પાડે છે. TruPuf ખાસ કરીને ઉનાળામાં ઉપયોગી છે, પરંતુ તેનું ઇન્સ્યુલેશન તેને ચોમાસા અને ઠંડી માટે પણ યોગ્ય બનાવે છે  જે ભારે સ્ટીલ ટેંકના બદલામાં અસરકારક વિકલ્પ પૂરો પાડે છે. TruPuf ટેંક થર્મોસની જેમ કામ કરે છે – વાતાવરણના ભેદને અવગણીને પાણીનું મૂળ તાપમાન જાળવી રાખે છે. ભારે તાપમાનની પરિસ્થિતિઓમાં પણ પાણીનું તાપમાન તેના મૂળ ભરણ તાપમાનથી 0.5°C કરતા વધુ વધઘટ થતું નથી.