ટાટા ઓટોકોમ્પ- જાહવા ઇલેક્ટ્રોનિક્સે EV માર્કેટ માટે એડવાન્સ્ડ થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સને વેગ આપવા સંયુક્ત સાહસની જાહેરાત કરી
પુણે, ભારત, 1 જૂન, 2026: ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સ લિમિટેડે કોરિયાની જાહવા ઇલેક્ટ્રોનિક્સ સાથે એડવાન્સ્ડ લૉ-વોલ્ટેજ અને હાઈ-વોલ્ટેજ પીટીસી હીટર્સના સ્થાનિક ઉત્પાદન અને સપ્લાય માટે સંયુક્ત સાહસની જાહેરાત કરી છે. આ ભાગીદારી હેઠળ ભારતના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વ્હીકલ સેગમેન્ટમાં કાર્યક્ષમ થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સની ઝડપથી વધી રહેલી માંગને પહોંચી વળવા માટે જાહવાની એન્જિનિયરિંગ અને મેગ્નેટિક મટિરિયલ્સ ક્ષેત્રની કુશળતાનો લાભ લેવામાં આવશે.
આ સંયુક્ત સાહસ હેઠળ જાહવા ઇલેક્ટ્રોનિક્સની ઉચ્ચ કાર્યક્ષમ થર્મલ ટેક્નોલોજી અને ટાટા ઓટોકોમ્પની મજબૂત સ્થાનિક મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ, ગ્રાહકો સાથેના સંબંધો અને બજાર ક્ષેત્રની આગેવાની એકબીજા સાથે જોડાઈ છે. આ સંયુક્ત સાહસ ભારતને જાહવા માટે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે સ્થાપિત કરે છે, જેમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત લૉ-વોલ્ટેજ અને હાઈ-વોલ્ટેજ પીટીસી હીટર્સ દ્વારા વૈશ્વિક અને સ્થાનિક ઓઇએમ કંપનીઓ તરફથી ઇવી અને હાઇબ્રિડ ક્ષેત્રમાં વધતા રોકાણનો લાભ મેળવવામાં આવશે.
આ ભાગીદારી અંગે જાહવા ઇલેક્ટ્રોનિક્સના સીઇઓ શ્રી ચાન્યોંગ કિમે જણાવ્યું હતું કે, “ટાટા ઓટોકોમ્પ સાથેના સહકાર દ્વારા ઝડપથી વિકસી રહેલા ભારતીય ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોસિસ્ટમમાં યોગદાન આપવું જાહવા ઇલેક્ટ્રોનિક્સ માટે ખૂબ જ મહત્વનું છે. જાહવાની પ્રિસિઝન કોમ્પોનેન્ટ ટેક્નોલોજી અને ટાટા ઓટોકોમ્પના મજબૂત સ્થાનિક નેટવર્ક તથા કુશળતાના મિશ્રણ દ્વારા અમે ભારતીય બજાર માટે અનુકૂળ અને ઉચ્ચ કાર્યક્ષમ થર્મલ મેનેજમેન્ટ સોલ્યુશન્સ પૂરા પાડવાનો હેતુ રાખીએ છીએ.
“દેશની ઓટોમોબાઇલ ઉત્પાદક કંપનીઓ અને ગ્લોબલ ઓઇએમ ઇલેક્ટ્રિફિકેશન ક્ષેત્રમાં ઝડપથી રોકાણ વધારી રહી છે ત્યારે ભારતના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વ્હીકલ માર્કેટમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે. હાઈ-વોલ્ટેજ અને લૉ-વોલ્ટેજ બંને પ્રકારના પીટીસી સપ્લાયર તરીકે મજબૂત બજાર પ્રવેશ માટે આ અમારે માટે અત્યંત મહત્વપૂર્ણ સમય છે. ટાટા ઓટોકોમ્પ સાથે આ સંયુક્ત સાહસ સ્થાપિત કરવું એક ખૂબ જ વ્યૂહાત્મક નિર્ણય છે. ટાટા ગ્રૂપનો મજબૂત બજાર પ્રભાવ, બિઝનેસ સ્કેલ અને અદ્વિતીય કોર્પોરેટ વિશ્વસનીયતા અમને બજારમાં સ્થિર હાજરી ઊભી કરવામાં અને સમગ્ર વિસ્તારમાં ટકાઉ વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરશે.”
આ સંયુક્ત સાહસ અંગે ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સના વાઇસ ચેરમેન શ્રી અરવિંદ ગોયલે જણાવ્યું હતું કે, “આ સંયુક્ત સાહસ ટાટા ઓટોકોમ્પની વિશ્વસ્તરીય ઓટોમોટિવ ટેક્નોલોજીને ભારતમાં લાવવાની વ્યૂહરચનામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. મને વિશ્વાસ છે કે સ્પેશિયલ્ટી ઇલેક્ટ્રોનિક કોમ્પોનેન્ટ્સ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત અગ્રણી કંપની જાહવા ઇલેક્ટ્રોનિક્સ સાથેની અમારી ભાગીદારી ભારતના વિકસતા મોબિલિટી ક્ષેત્ર માટે નવીન અને ટકાઉ સોલ્યુશન્સ રજૂ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”
ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ શ્રી મનોજ કોલ્હાટકરે ઉમેર્યું હતું કે, “જાહવા ઇલેક્ટ્રોનિક્સની અસાધારણ ટેક્નોલોજીકલ કુશળતા અમારી મજબૂત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમની સંપૂર્ણ રીતે પૂરક છે. આ સંયુક્ત સાહસ સતત ઇનોવેશન દ્વારા મૂલ્ય પ્રદાન કરવાનું અમારું વિઝન દર્શાવે છે.”
