અમદાવાદ, 30 ઓગસ્ટઃ આગામી ઇથેનોલ સપ્લાય વર્ષ (ESY) 2024-25 માટે ખાંડ મિલોને શેરડીના રસ અથવા ચાસણીમાંથી ઇથેનોલ બનાવવાની મંજૂરી આપતી નવી સરકારની નીતિને કારણે 30 ઓગસ્ટના રોજ દલાલ સ્ટ્રીટ પર સુગર શેર્સની મિઠાશ વધવા સાથે ભાવોમાં તેજી જોવા મળી હતી. દાલમિયા ભારત સુગર, શ્રી રેણુકા સુગર, ત્રિવેણી એન્જિનિયરિંગ અને બજાજ હિન્દુસ્તાન 16 ટકા સુધી વધવા સાથે લગભગ તમામ ખાંડ કંપનીઓએ તેમના શેરમાં વધારો જોયો હતો.

આ વર્ષે અત્યાર સુધીમાં, બલરામપુર ચીની, બજાજ હિન્દુસ્તાન, EID પેરી, રાજશ્રી સુગર્સ, ત્રિવેણી એન્જિનિયરિંગના શેર 46 ટકા સુધી ઉછળ્યા છે, જે બેન્ચમાર્ક નિફ્ટી 50 ના 15 ટકાના ઉછાળાની સરખામણીએ છે.

આ પોલિસી અપડેટ ઇથેનોલ ઉત્પાદન માટે ખાંડના ઉપયોગ પરની અગાઉની મર્યાદાને હટાવે છે. હવે, શેરડીના રસ અને ચાસણી ઉપરાંત, મિલો ઇથેનોલના ઉત્પાદન માટે બી-હેવી અને સી-હેવી મોલાસીસનો પણ ઉપયોગ કરી શકે છે. આ ફેરફાર નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ વધારવા અને અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા સરકારની વ્યૂહરચનાનો એક ભાગ છે.

સરકારે ઇથેનોલ ઉત્પાદનમાં વધારો કરવા અને વ્યાપક ઇંધણ સંમિશ્રણ પહેલને ટેકો આપવા માટે ખાસ કરીને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી 2.3 મિલિયન મેટ્રિક ટન ચોખા ખરીદવાની ડિસ્ટિલરીઓને મંજૂરી આપી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)