IPO ખૂલશે18 ઓક્ટોબર
IPO બંધ થશે20 ઓક્ટોબર
એન્કર પોર્શન17 ઓક્ટોબર
ફેસ વેલ્યૂરૂ.10
લિસ્ટિંગBSE, NSE
QIB ઓફર50%થી ઓછાં નહિં
રિટેલ ઓફર35 ટકાથી ઓછા નહિં
NII (HNI)15%થી ઓછા નહિં

અમદાવાદ, 10 ઓક્ટોબરઃ ગુજરાતના અગ્રણી કેડિલા ફાર્મા જૂથ દ્રારા પ્રમોટ કરાયેલી IRM એનર્જી લિ. તા. 18 ઓક્ટોબરના રોજ 10100000 ઇક્વિટી શેર્સના ફ્રેશ IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપનીનો IPO તા. 20 ઓક્ટોબરે બંધ થશે જ્યારે એન્કર ઓફર તા. 17 ઓક્ટોબરે યોજાશે.

IRM એનર્જીની કામગીરી

ભારતની સ્વતંત્રતાના શરૂઆતના ખૂબજ ગાળામાં ફાર્માસ્યુટિકલ્સ સેક્ટરમાં યોગદાન વડે “મેડિસિન મેન ઓફ ઇન્ડિયા” નું બિરૂદ મેળવનારા અને કેડિલા ફાર્માના સ્થાપક સ્વ. ઇન્દ્રવદન એ. મોદી પછી લાઇક ફાધર લાઇક સન તરીકે ફાર્મા સેક્ટર ઉપરાંત કેડિલા ગ્રૂપને માત્ર ફાર્મા સેક્ટર જ નહિં….

ફાર્મા મશીનરી, બાયો ટેકનોલોજી, એગ્રીકલ્ચર અને વેટરિનરીમેડિસિન, ડ્રગ ફોર્મ્યુલેશન્સ, એવિએશન, બાયો ટેકનોલોજી, વેક્સિન, એનર્જી, સંશોધન અનેવિકાસ, એજ્યુકેશન, હોસ્પિટલ કન્ઝ્યુમેબલ્સ, ટ્રાવેલ એન્ડ હોસ્પિટાલિટી, ફોરેન એક્સચેન્જ સેક્ટર્સ તેમજ સખાવતી કાર્યોનું વટવૃક્ષ બનાવવામાં સફળ ઉદ્યોગપતિ રાજીવ મોદી દ્વારા એક અભિનવ પ્રયાસ તરીકે 2015 માં સ્થાપિત, IRM એનર્જી લિમિટેડ ગેસ વિતરણ કંપની છે. કંપની ઔદ્યોગિક, વ્યાપારી, ઘરેલું અને ઓટોમોબાઈલ ગ્રાહકોને CNG ગેસ વિતરણ નેટવર્કના વિકાસ, સંચાલન અને વિસ્તરણ ક્ષેત્રે કાર્યરત છે.

કંપનીના કાર્યક્ષેત્ર

ગુજરાતઃ બનાસકાંઠા
જિલ્લામાં
ગુજરાતઃ દીવ અને
ગીર-સોમનાથ
કેન્દ્રશાસિત પ્રદેશઃ
દમણ અને દીવ
પંજાબઃ
ફતેહગઢ સાહિબ

કંપની 48172 સ્થાનિક ગ્રાહકો, 179 ઔદ્યોગિક એકમો અને 248 વાણિજ્યિક ગ્રાહકોની કુદરતી ગેસની જરૂરિયાતો પૂરી કરી રહી છે. કંપનીને ફેડરેશન ઓફ ઇન્ડિયન પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ તરફથી સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન- ગ્રોઇંગ કંપની ઓફ ધ યર 2020નો એવોર્ડ મળ્યો છે. સપ્ટેમ્બર 2022ની સ્થિતિ અનુસાર કંપની પાસે તેના ઓપરેટિંગ ભૌગોલિક વિસ્તારોમાં 216 CNG ગેસ સ્ટેશન છે.

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટ એ ગ્લાન્સ

કંપનીના ચેરમેન તરીકે મહેશ્વર સાહુ છે. 1980માં આઇએએસ તરીકે જોડાયેલા સાહુ ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. તેમજ ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિવૃત્તિ બાદ સંખ્યાબંધ કંપનાઓના બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે રહેલા મહેશ્વર સાહુ ઉપરાંત કંપના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તરીકે સંખ્યાબંધ અગ્રણી મહાનુભાવો છે.

નામહોદ્દો
મહેશ્વર સાહુચેરમેન
ડો. રાજીવ મોદીડિરેક્ટર
અમિતાભ બેનર્જીડિરેક્ટર
બદ્રી મહાપાત્રાડિરેક્ટર
ચીકમંગ્લુર કલાશિતિ ગોપાલસ્વતંત્ર ડિરેક્ટર
આનંદ મોહન તિવારીસ્વતંત્ર ડિરેક્ટર
ગીતા ગોરડીયાસ્વતંત્ર ડિરેક્ટર
રબિન્દ્ર નાથ નાયકસ્વતંત્ર ડિરેક્ટર

IPOના લીડ મેનેજર્સઃ Hdfc Bank અને Bob Capital Markets છે જ્યારે ઇશ્યૂના રજિસ્ટ્રાર Link Intime India Private છે.

ઇશ્યૂના હેતુઓ

કંપની આઇપીઓ મારફત નીચેના હેતુઓ માટે ફંન્ડિંગ પુરું પાડવાની દરખાસ્ત ધરાવે છે.

નામક્કલ અને તિરુચીરાપલ્લી (તામિલનાડુ)ના ભૌગોલિક વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન ડેવલોપ કરવા માટેના નાણાકીય વર્ષો 2024, 2025 અને 2026માં થનારા મૂડીખર્ચની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે.

કંપનીના બાકી દેવાઓની પૂર્ણ કે આંશિક ચૂકવણી કરવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે