કોલકાતા, 18 મે: બંધન બેન્કએ નાણાંકીય વર્ષ 2023-24ના અંતિમ ત્રિમાસિક ગાળાના પરિણામોની ઘોષણા કરી છે. બેન્કનો કુલ બિઝનેસ 20% વધીને રૂ. 2.60 લાખ કરોડ થયો છે. બેન્કનો રિટેલથી કુલ થાપણોનો હિસ્સો હાલમાં આશરે 70% છે. પાછલા ત્રિમાસિક ગાળામાં અનુભવાયેલી પ્રોત્સાહક વૃદ્ધિ વિતરણ, બિઝનેસ કાર્યક્ષમતા અને તરફેણકારી ઓપરેટિંગ પર્યાવરણને આભારી છે.

ચતુર્થ ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્કે દેશભરમાં 50 શાખાઓ ખોલી હતી. બેન્ક હવે ભારતમાં 6,300 બેન્કિંગ કેન્દ્રો દ્વારા 3.35 કરોડથી વધુ ગ્રાહકોને સેવા આપે છે. બંધન બેન્ક ખાતે કામ કરતા કુલ કર્મચારીઓની સંખ્યા આશરે 76,000 જેટલી છે..

Q4FY24 દરમિયાન બેન્કની થાપણો પાછલા વર્ષન સાન ગાળાની તુલનામાં 25% વધી છે. હાલમાં કુલ થાપણ બુક રૂ. 1.35 લાખ કરોડની છે, જ્યારે કુલ એડવાન્સિસ રૂ. 1.25 લાખ કરોડ છે. ચાલુ ખાતુ અને બચત ખાતા (CASA)નો ગુણોત્તર એકંદરે થાપણ બુકના 37%થી ઉપર છે. મૂડી પર્યાપ્તતા ગુણોત્તર (CAR)એ બેન્કની સ્થિરતાનું સૂચક છે, જે નિયમનકારી આવશ્યકતાઓ કરતા 18.3% જેટલી ઘણી વધુ છે.

બેન્કના પ્રદર્શન પર બોલતા એમડી અને સીઇઓ ચંદ્ર શેખર ઘોષએ જણાવ્યું હતુ કે, પાછલા વર્ષનો છેલ્લો ત્રિમાસિક ગાળો અમે હાંસલ કરેલા બિઝનેસમાં વેગનું પ્રમાણ છે. અમે મોટા પરિબળોમાં સ્થિરતા અને વૃદ્ધિ દર્શાવી છે. બેન્ક વધુમાં ત્રિમાસિક ગાળામાં તેનો મહત્ત્વના નેતૃત્ત્વને પણ મજબૂત કરી રહી છે. આ મહત્ત્વના પાસાઓ અને ટેક, લોકો અને પ્રક્રિયાઓ પરનુ ફોકસ બંધન બેન્ક 2.0ના ઉર્ધ્વગમનને આગળ ધપાવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)