હિંદુજા ફેમિલીએ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ 2024માં ટોચનું સ્થાન મેળવ્યું
મુંબઈ, 18 મે: અબજો ડોલરનું ટર્નઓવર ધરાવતા 110 વર્ષ જૂના બહુરાષ્ટ્રીય ઉદ્યોગસમૂહહિંદુજા ગ્રુપના ચેરમેન શ્રી ગોપીચંદ હિંદુજાના નેતૃત્વ હેઠળના હિંદુજા પરિવારે 37.196 અબજ પાઉન્ડ સાથે સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ધ સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં યુકેમાં રહેતા ટોચના 1,000 લોકો અથવા પરિવારોની નેટ વર્થ રેન્કિંગ તૈયાર કરવામાં આવે છે જે તેમાં સૌથી વધુ ધનવાન લોકોને રજૂ કરે છે.
ચેરમેન જી પી હિંદુજાના નેતૃત્વ હેઠળ યુકે સ્થિત પરિવારની ગ્રુપ ઓફ કંપનીઝ મોબિલિટી, ડિજિટલ ટેક્નોલોજી, બેંકિંગ અને ફાઇનાન્શિયલ સેવાઓ, મીડિયા, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ, લ્યુબ્રિકન્ટ્સ અને સ્પેશયલ્ટી કેમિકલ્સ, એનર્જી, રિયલ એસ્ટેટ, ટ્રેડિંગ અને હેલ્થકેર જેવા અનેક ક્ષેત્રોમાં 38 દેશોમાં કામ કરે છે.
હિંદુજા પરિવારના બિઝનેસમાં નોંધપાત્ર સીમાચિહ્નો ઉપરાંત તેઓ હિંદુજા ફાઉન્ડેશન થકી વિવિધ સખાવતી કાર્યોમાં પણ સક્રિય રીતે જોડાયેલા છે. શિક્ષણ, હેલ્થકેર અને સમુદાયના વિકાસ પર ધ્યાન આપીને ફાઉન્ડેશને અનેક લોકોના જીવન પર હકારાત્મક અસર કરી છે.
બે વર્ષ પૂર્વે વાર્ષિક સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટમાં પ્રવેશનાર બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતા મૂર્તિ 2024ની યાદીમાં તેમનું સ્થાન આગળ વધાય્રું છે. ગયા વર્ષે 275મા સ્થાને રહેલા આ દંપતિએ 651 અબજ પાઉન્ડ સાથે 245મું સ્થાન મેળવ્યું છે.
સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ 2024માં સ્થાન મેળવનાર અન્ય ટોચના નામોમાં 29.246 અબજ પાઉન્ડ સાથે સર લિયોનાર્ડ બ્લાવાત્નિક, 24.977 અબજ પાઉન્ડ સાથે ડેવિડ એન્ડ સિમોન રુબેન તથા પરિવાર, 23.519 અબજ પાઉન્ડ સાથે સર જિમ રેટક્લિફ, 20.8 અબજ પાઉન્ડ સથે સર જેમ્સ ડાયસન અને પરિવાર, 17.2 અબજ પાઉન્ડ સાથે મર્લિન સ્વિર અને પરિવાર, 14.96 અબજ પાઉન્ડ સાથે એડેન ઓફર અને 14.921 અબજ પાઉન્ડ સાથે લક્ષ્મી મિત્તલ અને પરિવારનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)