અમદાવાદ, 29 એપ્રિલઃ

ટ્રેન્ટ લિમિટેડ, જે વેસ્ટસાઇડ, ઝુડિયો અને ઉત્સા જેવી ફેશન અને લાઇફસ્ટાઇલ રિટેલ ચેઇન્સ ધરાવે છે અને તેનું સંચાલન કરે છે, તેણે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં કોન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 15 ગણો વધારો નોંધાવવા સાથે રૂ. 712 કરોડ નોંધાવ્યો હતો. કંપનીએ વર્ષ અગાઉના ગાળામાં રૂ. 45 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કામગીરીમાંથી આવક 51 ટકા વધીને રૂ. 3,298 કરોડ થઈ છે જે ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,183 કરોડ હતી. વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ (EBIDTA) પહેલાંની કમાણી રૂ. 211 કરોડની સરખામણીએ રૂ. 477 કરોડ હતી. EBITDA માર્જિન 15 ટકા YOY હતું. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ.3.20 એટલેકે 320% ડિવિડન્ડની દરખાસ્ત કરી છે.

31 માર્ચ, 2024 સુધીમાં, કંપનીઓના સ્ટોર પોર્ટફોલિયોમાં 232 વેસ્ટસાઇડ આઉટલેટ્સ, 545 ઝુડિયો આઉટલેટ્સ અને અન્ય જીવનશૈલી ખ્યાલોમાં 34 સ્ટોર્સનો સમાવેશ થાય છે. સમગ્ર ક્વાર્ટર દરમિયાન, કંપનીએ 25 નવા શહેરો સહિત 65 શહેરોમાં ફેલાયેલા 12 નવા વેસ્ટસાઇડ સ્ટોર્સ અને 86 નવા ઝુડિયો સ્ટોર્સ ખોલીને વિસ્તરણ કર્યું હતું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)