oplus_1024

અમદાવાદ, 29 એપ્રિલઃ

યસ બેન્કે માર્ચ-24ના અંતે પૂરાં થયેલાં નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળામાં ચોખ્ખો નફો રૂ. 452 કરોડ થયો છે, જે વાર્ષિક ધોરણે 123.2 ટકા અને ત્રિમાસિક ધોરણે 95.2 ટકા વધારે છે. નાણાકીય વર્ષ 2024માં વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો 74.40 ટકા વધી રૂ. 1,251 કરોડ થયો છે. નાણાકીય વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાં વાર્ષિક ધોરણે 56.3 ટકા અને ત્રિમાસિક ધોરણે 31.3 ટકા. નાણાકીય વર્ષ 2024માં વ્યાજ-સિવાયની આવક વાર્ષિક ધોરણે 38.8 ટકા વધી. એસેટ ક્વોલિટી મેટ્રીક્સમાં ટકાઉ સુધારોઃ જીએનપીએ 1.7 ટકા, એનએનપીએ 0.6 ટકા, પીસીઆર 66.6 ટકા રહી છે. એનઆઈઆઈ રૂ. 2,153 કરોડ છે, જે વાર્ષિક ધોરણે 2.3 ટકા અને ત્રિમાસિક ધોરણે 6.8 ટકા વૃદ્ધિ પામેલ છે. નાણાકીય વર્ષ 2024માં એનઆઈઆઈ વાર્ષિક ધોરણે 2.2 ટકા વધીને રૂ. 8,095 કરોડ થયેલ છે. એનઆઈએમ 2.4 ટકા છે,જે નાણાકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં 2.8 ટકા અને અંતિમ ત્રિમાસિક ગાળામાં 2.4 ટકા હતી. નાણાકીય વર્ષ 2024માં એનઆઈએમ 2.4 ટકા છે.

યસ બેંકના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ પ્રશાંત કુમારે કહ્યું કે, છેલ્લા 8 ત્રિમાસિક ગાળામાં પ્રથમ વખત જમા રકમમાં 20 ટકાથી વધારે વૃદ્ધિ સાથે પોતાની લાયાબિલીટી ફ્રેન્ચાઈઝીસમાં મજબૂત પ્રવૃત્તિ જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે વર્ષ દરમિયાન પડકારજનક માહોલ વચ્ચે અમારી સીએએસએ પ્રમાણ 10 બેસિસ પોઇન્ટ વાર્ષિક ધોરણે વિસ્તરીત થઈ 30.9 ટકા થયેલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)