રિલાયન્સ ફરી માર્કેટ લિડરની ભૂમીકામાં આવ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે ફરી માર્કેટ લીડરની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આજે સવારે 2576ની સપાટીએ ખૂલી ઉપરમાં રૂ. 2644.30 અને નીચામાં ખુલ્યા ભાવની સપાટી જ રાખવા સાથે છેલ્લે રૂ. 53.55 (2.07 ટકા)ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. ટેકનિકલી રિલાયન્સે મહત્વની 2630ની રેઝિસ્ટન્સ કૂદાવી હોવાથી નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યાછે કે, રિલાયન્સ હવે જો 2755નું જૂનું ટોપ ક્રોસ કરશે તો રૂ. 3500 સુધીની તેજી જોવા મળી શકે છે.

અમદાવાદ, 6 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં સતત સાત દિવસ સુધારો જોવા મળ્યો હતો. જે ચોમાસા- વરસાદની ભાષામાં હેલી ગણાય. સાત દિવસમાં સેન્સેક્સે 2816 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે સેન્સેક્સ ઇન્ટ્રા-ડે ઓલટાઇમ હાઇ થઇ ગુરુવારે 339.60 પોઇન્ટ સુધરી 65785.64 પોઇન્ટ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન  65832.98 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 પણ 98.80 પોઇન્ટના સંગીન સુધારા સાથે ઇન્ટ્રા-ડે 19512.20 પોઇન્ટની નવી ટોચ નોંધાવી છેલ્લે 19497.30 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટબ્રેડ્થ- માર્કેટ સેન્ટિમેન્ટ બન્ને પોઝિટિવ

વિગતકુલસુધર્યાઘટ્યા
બીએસઇ359620491401
સેન્સેક્સ30219

ગુરુવારે ભારે વોલેટાઈલ ટ્રેડિંગ  રહ્યા હતા. ગુરુવારે સવારથી જ એશિયાના અન્ય બજારોમાં નરમાઈ હોવા છતાં ભારતીય શેરબજારમાં મજબૂતી જળવાઈ રહી હતી અને સેન્સેક્સ અને નિફ્ટીએ નવી ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો. આજની રેલીથી રોકાણકારોની સંપત્તિમાં 1.77 લાખ કરોડની વૃદ્ધિ  થવા સાથે બીએસઇ માર્કેટકેપ રૂ. 301.70 લાખ કરોડની સપાટીએ આંબી ગયું હતું. BSE સેન્સેક્સ 65,832.98 (નવી ટોચ) અને 65,328.29 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 339.60 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 19,512.20 (નવી ટોચ) અને 19,373.00 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી 98.80 પોઈન્ટ્સ અથવા 0.51 ટકાના સુધારા સાથે 19497.30 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

વિવિધ સેક્ટોરલ્સમાં પણ સુધારાની ચાલ

રિયલ્ટી, ઓટો, ઓઈલ-ગેસ, ફાર્મા અને પાવર શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી જ્યારે આજે એક માત્ર આઈટી શેરોમાં જ વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.79 ટકા ઘટી અને 0.67 ટકા વધીને બંધ રહ્યા હતા.

સેન્સેક્સનો 7 દિવસમાં 2816 પોઇન્ટનો લોંગ જમ્પઃ સેન્સેક્સ ઇન્ટ્રા-ડે  65832.98ની નવી ટોચે

DateOpenHighLowClose
26/06/202362,946.5063,136.0962,853.6762,970.00
27/06/202363,151.8563,467.5463,054.8463,416.03
28/06/202363,701.7864,050.4463,554.8263,915.42
30/06/202364,068.4464,768.5864,068.4464,718.56
3/07/202364,836.1665,300.3564,836.1665,205.05
4/07/202365,503.8565,672.9765,171.0665,479.05
5/07/202365,493.6865,584.3365,256.4965,446.04
6/07/202365,391.8865,832.9865,328.2965,785.64