અમદાવાદ, 23 સપ્ટેમ્બરઃ અલ્ટ્રા ગેસ એન્ડ એનર્જી લિમિટેડ (UGEL), ભારતની સૌથી મોટી ખાનગી ઓપરેટર અને મુખ્ય ફ્રેઈટ કોરિડોર્સ ખાતે છ કાર્યરત સ્ટેશન્સ સાથે સૌથી વધુ એલએનજી વિતરણ કરનાર રિફ્યુઅલિંગ આઉટલેટ્સ (RO) તરીકે ઉભરી આવી છે. આ ROs ભીલવાડા (રાજસ્થાન), આણંદ (ગુજરાત), ચાકણ-પૂણે (મહારાષ્ટ્ર), જાલના (મહારાષ્ટ્ર), તોરણાગલ્લુ (કર્ણાટક), અને વલ્લમ (તમિલનાડુ) જેવા મુખ્ય ઔદ્યોગિક અને લોજિસ્ટિક્સ હબમાં સ્વચ્છ ઇંધણની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.

આધુનિક યુગની ક્લીન-ટેક કંપની હોવાના નાતે, UGEL ભારતના સૌથી મોટા LNG ફ્યુઅલિંગ નેટવર્કના વિકાસમાં અગ્રેસર રહી છે, જે સાતત્યપૂર્ણ અને ઓછા ઉત્સર્જનવાળા પરિવહન તરફના બદલાવને વેગ આપી રહી છે. UGEL એક વ્યાપક LNG ડિલિવરી ઇકોસિસ્ટમ બનાવી તથા તેના વિસ્તરતા રિટેલ આઉટલેટ્સ નેટવર્ક દ્વારા કિફાયતી, ઓછું કાર્બન ધરાવતું ઇંધણ ઉપલબ્ધ બનાવી ભારતની ગ્રીન મોબિલિટી ક્રાંતિમાં અગ્રણી સ્થાન હાંસલ કરી રહી છે.

ઇલેક્ટ્રિક વાહન (EV)ના ચાર્જિંગ માટેની સંકલિત માળખાકીય સુવિધાઓથી સજ્જ દરેક UGEL RO ભવિષ્ય માટે સજ્જ છે, જે મલ્ટિ-ફ્યુઅલ અને ઓછા ઉત્સર્જનવાળા મોબિલિટી સોલ્યુશન્સ માટે કંપનીના વિઝનને મજબૂત બનાવે છે. કોમર્શિયલ વાહનોને વધુ ઉત્સર્જનવાળા ઇંધણમાંથી LNG અને ઇલેક્ટ્રિક જેવા સ્વચ્છ ઈંધણ વિકલ્પો તરફ વાળવા માટે સક્ષમ બનાવીને, UGEL તેના ગ્રાહકોને પર્યાવરણીય અને આર્થિક એમ બેવડું મૂલ્ય ઉપલબ્ધ બનાવી રહી છે.

યુજીઇએલ રૂ.900 કરોડના રોકાણ સાથે સમગ્ર ભારતમાં તેના એલએનજી રિટેલ આઉટલેટ્સનું નેટવર્ક વધારી 100 સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઓડિશા, છત્તીસગઢ અને ઝારખંડ સહિતના મુખ્ય રાજ્યોમાં વિસ્તરણ કાર્ય હાલ પ્રગતિમાં છે -જે ભારતના સ્વચ્છ ઊર્જા અને પરિવહન લક્ષ્યાંકોને ટેકો આપતા મજબૂત રાષ્ટ્રવ્યાપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પાયો નાખે છે.

UGEL ભારતમાં 100 LNG રિટેલ આઉટલેટ્સ સુધી તેના નેટવર્કને વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે, જેના માટે ₹900 કરોડનું રોકાણ કરવામાં આવશે. જે લાંબા અંતરની ટ્રકિંગ માટે સ્વચ્છ અને વધુ કાર્યક્ષમ ઇંધણ છે. દરેક UGEL સ્ટેશન 50 ટનની સ્કેલેબલ ક્ષમતા ધરાવે છે, જે દર મહિને 600 LNG ટ્રકોને રિફ્યુઅલ કરવા સક્ષમ છે. દરેક સ્ટેશન વાર્ષિક 66,000 ટન CO₂ ઉત્સર્જન ઘટાડી શકે છે, જે સામૂહિક રીતે 1 મિલિયન ટન CO₂ ઘટાડશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)