ચેન્નઇ અને અમદાવાદમાં નવી ઉત્પાદન સુવિધાઓ સાથે વર્સુની ઈન્ડિયાએ દ્વારા મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વિસ્તારી
અમદાવાદ, 13 માર્ચ: વર્સુની ઈન્ડિયાએ ભારતમાં તેની હાલની ઉત્પાદન કામગીરીના મોટા વિસ્તરણના ભાગરૂપે ચેન્નઇ અને અમદાવાદમાં નવા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વિસ્તરણથી કંપનીની ભારતમાં સ્થાનિક ઉત્પાદન ક્ષમતા મજબૂત બનશે અને ઝડપથી વધી રહેલી હોમ એપ્લાયન્સ કેટેગરીઝમાં ઉત્પાદન વધારવામાં મદદ મળશે. સાથે સાથે તે ભારતમાં ઉત્પાદન વધારવાની કંપનીની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાને પણ વધુ મજબૂત બનાવે છે.
આ સુવિધાઓ દ્વારા એરફ્રાયર, એર પ્યુરિફાયર અને કિચન એપ્લાયન્સિસ જેવી મુખ્ય કેટેગરીઝમાં વર્સુનીની ઉત્પાદન ક્ષમતા વધશે. ઉપરાંત, કંપનીની સ્થાનિક ઉત્પાદન રણનીતિને વધુ મજબૂત બનાવવામાં તેમજ ભારતીય બજાર માટે સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા સુધારવામાં પણ મદદ મળશે.
ચેન્નઇમાં આવેલી કંપનીની સુવિધા લગભગ 12,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલી છે અને તે કિચન એપ્લાયન્સિસના ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે કામ કરતી રહેશે. આ વિસ્તરણના ભાગરૂપે અહીં એરફ્રાયર માટે મોટર બનાવવાની નવી ઉત્પાદન લાઈન શરૂ કરવામાં આવશે, જેના કારણે કુલ ઉત્પાદન ક્ષમતા વધશે. અમદાવાદમાં નવો પ્લાન્ટ શરૂ થતા અહીંની ઉત્પાદન સુવિધાનો વિસ્તાર હવે બમણો થઈ ગયો છે અને કુલ ઉત્પાદન જગ્યા 15,000 ચોરસ મીટરથી વધુ થઈ છે.
કંપની હવે તેના સંપૂર્ણ ઉત્પાદન પોર્ટફોલિયોને 100 ટકા મેડ ઈન ઈન્ડિયા બનાવવા તરફ આગળ વધી રહી છે, જે સ્થાનિક ઉત્પાદન પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આગામી ત્રણ વર્ષમાં આ બંને સુવિધાઓ મળીને 1,000થી વધુ સીધી રોજગાર તકો ઊભી કરશે. સાથે સાથે સપ્લાયર અને લોજિસ્ટિક્સ નેટવર્ક દ્વારા પરોક્ષ રીતે પણ રોજગાર તકો સર્જાશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
