મુંબઇ, 20 જુલાઇ: ઇન્ટીગ્રેટેડ ફન્ડ અને ગ્રેડ-એ વેરહાઉસિંગ અને લોજિસ્ટિક્સ રિયલ એસ્ટેટમાં રોકાણ પર ફોકસ કરતાં ડેવલપમેન્ટ મેનેજમેન્ટ પ્લેટફોર્મ વેલસ્પન વન લોજિસ્ટિક્સ પાર્ક્સ (WOLP) એ  તેનું બીજું ભંડોળ લોંચ કર્યાનાં ચાર મહિનાની અંદર રૂ. 1,000 કરોડ એકત્ર કર્યા છે. તેણે વધારાના રૂ.1,000 કરોડ એકત્ર કરવા ગ્રીન શૂ ઓપ્શન ખુલ્લું મૂકવાની પણ જાહેરાત કરી છે. ગ્રીન શૂ ઓપ્શન પૂરું થયે સંભવિત ભંડોળ રૂ. 2,000 કરોડે પહોંચી શકે છે, જેનાંથી તે સ્થાનિક રિયલ એસ્ટેટ ઓલ્ટરનેટિવ સ્પેસમાં સૌથી મોટાં ફન્ડ્સમાં સ્થાન મેળવી શકે છે.

એમએમઆર, ચેન્નાઇ, બેંગલોર અને લખનઉ જેવાં મહત્વનાં વેરહાઉસિંગ માઇક્રો માર્કેટ્સમાં લેન્ડ પાર્સલની એડવાન્સ પાઇપલાઇન સાથે ફન્ડ 2 તેનાં વર્તમાન પોર્ટફોલિયોમાં 10-12 મિલિયન સ્કવેર ફુટનાં નવા પ્રોજેક્ટ્સ ઉમેરવા માટે સજ્જ છે. આ અભિગમથી ટિયર વન અને ટિયર ટુ શહેરોમાં ફર્સ્ટ અને લાસ્ટ માઇલ ફેસિલિટીમાં આગામી 4-5 વર્ષ માટે 16-18 મિલિયન સ્કવેર ફુટનો કુલ પોર્ટફોલિયો બનવાની સંભાવના છે. આ પ્લાનમાં રૂ. 8,000 કરોડથી વધુનાં કુલ રોકાણનો સમાવેશ થાય છે, જેનાંથી વેલસ્પન વન 1 અબજ ડોલરની એયુએમ સુધી પહોંચી શકે છે.

વેરહાઉસિંગ સેક્ટરમાં નાણાકીય વર્ષ 2022-23માં 51.3 મિલિયન સ્કવેર ફુટની વિક્રમ માંગ સાથે 2017-23 દરમિયાન 24%  CAGR સાથે મજબૂત વૃધ્ધિ હાંસલ કરી છે. સ્કવેર ફુટનાં પ્રમાણમા જોઇએ તો વેરહાઉસિંગ માંગ ઓફિસની માંગની લગભગ સમકક્ષ હતી, જે ઓફિસની સાથે સાથે કોમર્શિયલ રિયલ એસ્ટેટનાં સૌથી મોટાં ગ્રાહકોમાં સ્થાન અપાવે છે તેવું વેલસ્પન ગ્રૂપના ચેરમેન બાલક્રિશન અને વેલસ્પન વન લોજિસ્ટિક્સ પાર્કના મેનેજિંગ ડિરેક્ટર અંશુલ સિંઘલે જણાવ્યું હતું.