મુંબઇ, 20 જુલાઇઃ FMCG ક્ષેત્રની હિન્દુસ્તાન યુનિલિવરે જૂન ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો 8 ટકા અને વેચાણમાં 7 ટકાનો વધારો નોંધાવ્યો છે. હોમ કેર બિઝનેસની આવક 10% અને બ્યૂટી એન્ડ પર્સનલ કેર બિઝનેસની આવક 4 ટકા વધી છે. ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 8% વધીને રૂ. 2,472 કરોડ થયો છે. એક વર્ષ અગાઉ તે રૂ. 2,289 કરોડ હતો. કંપનીનું વેચાણ વાર્ષિક ધોરણે 7% વધીને રૂ. 14,931 કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન કંપનીએ વાર્ષિક ધોરણે 8%ના વધારા સાથે રૂ. 3,521 કરોડનું EBITDA નોંધ્યું છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં EBITDA માર્જિન 40 બેસિસ પોઈન્ટ વધીને 23.6% થયું છે. કંપનીએ પ્રથમ ક્વાર્ટરમાં 3%ની અંતર્ગત વેલ્યૂ ગ્રોથ હાંસલ કર્યો છે.

વિવિધ કેટેગરીમાં બિઝનેસ ગ્રોથઃ હોમ કેર બિઝનેસે જૂન ક્વાર્ટર દરમિયાન ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવી હતી. હોમ કેર બિઝનેસની આવકમાં 10%નો ઉછાળો નોંધાયો છે. આ સેગમેન્ટમાં ફેબ્રિક વોશ અને ઘરગથ્થુ ઉત્પાદનમાં ડબલ ડિજિટમાં વધારો થયો છે. હોમ કેર સેગમેન્ટે પ્રથમ ક્વાર્ટરમાં 18%નું માર્જિન નોંધાવ્યું છે. બ્યૂટી એન્ડ પર્સનલ કેયર બિઝનેસમાં 4 ટકા રેવન્યૂ ગ્રોથ જોવા મળ્યો છે. આ સેગમેન્ટમાં માર્જિન 26% રહ્યા છે.

પરીણામના પગલે શેર સુધર્યોઃ BSE ખાતે આજે HULનો શેર 1.15 ટકા વધી 1702.35 પર બંધ રહ્યો તે પૂર્વે ઈન્ટ્રા ડે 2715.20ની ટોચે પહોંચ્યો હતો.