અમદાવાદ, 10 ઓગસ્ટઃ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (SPNI) સાથે ઝઈ એન્ટરટેઇન્મેન્ટના મર્જરને મંજૂરી આપ્યા બાદ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝના શેરમાં 18 ટકાનો વધારો થયો હતો. બીએસઈ ખાતે 17.95 ટકા ઉછાળા સાથે 285.55 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા ડે 290.50ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. ટ્રિબ્યુનલે વિલીનીકરણ અંગેના તમામ વાંધાઓ પણ ફગાવી દીધા છે. ઈલારા કેપિટલના કરણ તૌરાનીએ જણાવ્યું હતું કે, આ એક મોટી રાહત છે (શેરધારકો માટે) અને મોટી રાહત એ છે કે મંજૂરી કોઈપણ શરત વિના આવી છે…અમે ગોએન્કા પરિવારના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ કે, તેઓ બિઝનેસનો ભાગ બનશે કે નહીં.

NCLTએ શરૂઆતમાં 10 જુલાઈના રોજ ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરટેઈનમેન્ટ અને કલ્વર મેક્સ એન્ટરટેઈનમેન્ટ (અગાઉ સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા તરીકે ઓળખાતું) વચ્ચેના મર્જર અંગે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.

આ ઓર્ડર સાથે, બંને કંપનીઓ આગામી સપ્તાહની શરૂઆતમાં મર્જર પ્રક્રિયા શરૂ કરે તેવી શક્યતા છે. ZEE પાસે કંપનીઓના રજિસ્ટ્રાર પાસે ફાઇલ કરવા માટે 30 દિવસનો સમય હશે, જેના પછી, કંપનીના શેરને સ્ટોક એક્સચેન્જમાંથી ડી-લિસ્ટ કરવામાં આવશે અને મર્જ થયેલી કંપની બીજા છ અઠવાડિયામાં ફરીથી લિસ્ટેડ થશે.

ZEE હવે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સાનુકૂળ ઓર્ડરની રાહ જોશે, જેણે અગાઉ કંપનીના MD અને CEO, પુનિત ગોએન્કાને કોઈપણ લિસ્ટેડ કંપનીમાં કોઈ પણ ચાવીરૂપ મેનેજરિયલ હોદ્દા પર કાર્યભાર જારી રાખતા અટકાવ્યા હતા. મર્જરની એક શરત એ છે કે ગોએન્કા મર્જ થયેલી એન્ટિટીના MD અને CEO તરીકે ચાલુ રહેશે.