ઉત્કર્ષ SF બેન્કનો IPO પહેલાં જ દિવસે રિટેલમાં 13.75 ગણો છલકાયો
અમદાવાદ, 12 જુલાઇઃ ઉત્કર્ષ SF બેન્કનો IPO પહેલાં જ દિવસે રિટેલમાં 13.75 ગણો છલકાઇ ગયો હતો. કુલ 4.73 ગણો ભરાયેલા આઇપીઓમાં ક્યૂઆઇબી પોર્શન 0.04 ગણો, એનઆઇઆઇ 8.25 ગણો ભરાયો હતો. એમ્પ્લોઇઝ ક્વોટા પણ 2.73 ગણો ભરાયો હતો.
સબસ્ક્રીપ્શન એટ એ ગ્લાન્સ
| કેટેગરી | ગણો ભરાયો |
| ક્યૂઆઇબી | 0.04 |
| એનઆઇઆઇ | 8.25 |
| રિટેલ | 13.75 |
| એમ્પલોઇ | 2.73 |
| કુલ | 4.73 |
