માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19607- 19543, રેઝિસ્ટન્સ 19788- 19905 ઇન્ટ્રા-ડે વોચઃ ગ્રાસીમ, PFC, ક્યુમિન્સ
અમદાવાદ, 19 ઓક્ટોબરઃ નિફ્ટી ફરી એકવાર 19850 પોઇન્ટની સપાટી ક્રોસ કરવામાં અને તેની ઉપર બંધ રહેવામાં નિષ્ફ ગયો છે. અત્રેથી વારંવાર ઉલ્લેખ કરાયો છે કે, નિફ્ટી આ લેવલ ક્રોસ કરી બંધ રહે પછી જ મધ્યમથી લાંબાગાળાના લેણનો વિચાર કરવો. ત્યાં સુધી માર્કેટમાં સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક સ્ટોપલોસ સાથેના ટ્રેડિંગની જ સ્ટ્રેટેજી અપનાવી રાખવી હિતાવહ રહેશે. જિયોપોલિટિકલ ક્રાઇસિસ, સતત વધી રહેલાં ક્રૂડ અને ડોલરની પણ માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર નેગેટિવ ઇફેક્ટ રહી છે. તે જોતાં નીચામાં હવે નિફ્ટી માટે 19600 અને 19650 મહત્વની સપોર્ટ રહેશે.બ્રોડર માર્કેટમાં પ્રોફીટ સેલિંગ પ્રેશર રહેવાની દહેશત છતાં માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક સુધારાની ચાલ જારી રહે તેવી શક્યતા છે.
બેન્ક નિફ્ટીમાં ખાસ કરીને પીએસયુ બેન્ક્સ અને પ્રાઇવેટ બેન્ક્સમાં સતત વેચવાલીના પ્રેશર વચ્ચે દિવસની નીચી સપાટીએ જ બંધની સ્થિતિ જોવા મળી છે. આ ઇન્ડેક્સે પણ 44700 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવવામાં નિષ્ફળતા મેળવી છે તે જોતાં નીચામાં એકવાર 43800 પોઇન્ટની સપાટી જોવા મળી શકે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિપોર્ટ અનુસાર જણાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)