વિગતગણો ભરાયો
ક્યૂઆઇબી1.07
એનઆઇઆઇ2.60
રિટેલ1.79
કુલ1.72

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ IRM ENERGYનો આઇપીઓ પહેલા જ દિવસે 1.72 ગણો છલકાઇ ગયો છે. કંપનીને 1080000 શેર્સની ઓફર સામે 1,30,89,498 શેર્સ માટેની બીડ્સ મળી હોવાનું બીએસઇની વેબસાઇટ દર્શાવે છે. ઇશ્યૂનો ક્યૂઆઇબી પોર્શન 1.07 ગણો, એનઆઇઆઇ પોર્શન 2.60 ગણો, રિટેલ પોર્શન 1.79 ગણો ભરાઇ જવા સાથે કુલ 1.72 ગણો ભરાયો છે. કંપનીનો ઇશ્યૂ તા. 20 ઓક્ટોબરના રોજ બંધ થશે. કંપનીના શેર્સ મુંબઇ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે.

તા. 17 ઓક્ટોબરના રોજ યોજાયેલી એન્કર ઇન્વેસ્ટમેન્ટ ઓફરમાં પણ કંપનીને જંગી પ્રતિસાદ મળ્યો હતો. જેમાં એન્કર રોકાણકારો પાસેથી ₹160.35 કરોડ એકત્ર કર્યા છે. ઇન્ટિગ્રેટેડ ફેસિલિટી મેનેજમેન્ટ કંપનીએ 12 એન્કર રોકાણકારોને 505 રૂપિયાના દરે 31,75,200 શેર ફાળવ્યા છે. ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડે ફાળવણીનો 24.54% હિસ્સો મેળવ્યો, જ્યારે ITI ફ્લેક્સી કેપ ફંડ અને ITI મિડ કેપ દરેકે 1.56% નેટ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ચાર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોએ કુલ આઠ સ્કીમ દ્વારા અરજી કરી છે. તેઓએ સામૂહિક રીતે રૂ. 87.34 કરોડના એન્કર હિસ્સાના 54.47% નેટ એપ્લાય કર્યા છે. બેંક ઓફ ઈન્ડિયાએ તેના ત્રણ ફંડ્સ દ્વારા 6.23 ટકાની ફાળવણી મેળવી છે.