અમદાવાદ, 11 ડિસેમ્બરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રિપબ્લિક ઓફ કોરિયાના વ્યાપાર-ઉદ્યોગ સાથે સંળાયેલ અગ્રગણ્ય પ્રતિનિધિમંડળ સાથે ઇન્ટરેક્ટિવ મીટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અજયભાઈ પટેલ અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ, GCCI, અજયભાઈ પટેલે આર્થિક વૃદ્ધિ,ઇનોવેશન અને વેપાર પર તેની અસરને ટાંકીને સહયોગ દ્વારા સહિયારી સમૃદ્ધિની સંભાવના વ્યક્ત કરી હતી. સિનિયર ઉપપ્રમુખ, GCCI, સંદીપ એન્જીનીયરે જણાવ્યું હતું કે GCCI સાત દાયકા કરતાં વધુ સમયથી ગુજરાતમાં વેપાર અને ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે.  મીટિંગ દરમિયાન,  સહભાગીઓ દ્વારા સંરક્ષણ ઉત્પાદન, ઔદ્યોગિક રોબોટિક્સ, સ્ટીલ ઉદ્યોગ, શિપિંગ, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ સહિત સહયોગના સંભવિત ક્ષેત્રો પર ઊંડાણપૂર્વક ચર્ચા થઇ હતી તેમજ વિચારો અને માહિતીનું આદાન પ્રદાન થયું હતું  જે ગુજરાત રાજ્ય તેમજ રિપબ્લિક ઓફ સાઉથ કોરિયા વચ્ચે ભવિષ્યમાં ભાગીદારી અંગે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જીસીસીઆઈની ઈન્ટરનેશનલ ટ્રેડ ટાસ્ક ફોર્સ ના ચેરમેન અનિલ જૈને આભાર વ્યક્ત કરીને મીટીંગ નું સમાપન કર્યું.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)