અદાણી પોર્ટ્સના કાર્ગો વોલ્યુમમાં 12% વૃદ્ધિ સાથે 37 MMTનો બેન્ચમાર્ક
અમદાવાદ, 3 જુલાઇઃ અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ની કાર્ગો વોલ્યુમ ક્ષમતા વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 37 મિલિયન મેટ્રિક ટન (MMT) સુધી પહોંચી ગઈ છે. આ કામગીરી અંતર્ગત કન્ટેનરના જથ્થામાં વાર્ષિક 33 ટકાનો વધારો તેમજ પ્રવાહી અને ગેસ કાર્ગોમાં 8 ટકાનો વધારો નોંધાયો છે. અદાણી ગ્રૂપના પોર્ટ આર્મના વોલ્યુમમાં વાર્ષિક 24 ટકાનો વધારો થયો છે, જેમાં દસ સ્થાનિક બંદરોએ તેમના અત્યાર સુધીના સૌથી વધુ કાર્ગો વોલ્યુમો રેકોર્ડ કર્યા છે. 30 જૂન, 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળામાં અદાણી પોર્ટ્સે કુલ 109 MMT કાર્ગો વોલ્યુમ નોંધ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 7.5 ટકાનો વધારો દર્શાવે છે. આ વૃદ્ધિ મુખ્યત્વે કન્ટેનર કાર્ગોમાં 18 ટકા અને પ્રવાહી અને ગેસ કાર્ગોમાં 11 ટકાના વધારાને કારણે થઈ હતી.
લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં APSEZ એ ત્રિમાસિક રેલ વોલ્યુમમાં 19 ટકાનો વધારો જોયો હતો, જે 156,590 TEUs સુધી પહોંચ્યો હતો, અને GPWIS વોલ્યુમમાં કુલ 5.56 MMT 28 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો હતો. કટ્ટુપલ્લી બંદરે તેના અત્યાર સુધીના સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 1.36 MMTનું સંચાલન કર્યું છે.
એપ્રિલ 2024માં કંપનીએ અત્યાર સુધીનું સૌથી વધુ માસિક કાર્ગો વોલ્યુમ 420 MMT સંભાળ્યું હતું, જે વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે માર્ચ 2024માં 38 MMT કરતાં વધુ માસિક વોલ્યુમ જોવા મળ્યું હતું.
એક અહેવાલ પ્રમાણે આ મહિનાની શરૂઆતમાં APSEZનું માર્કેટ કેપિટલાઇઝેશન આશરે $37 બિલિયન સુધી પહોંચ્યું હતું. તે બેઇજિંગ-શાંઘાઈ હાઇ સ્પીડ રેલ્વે કંપનીને પણ વટાવી ગયું હતું. વધતા કાર્ગો વોલ્યુમના આ સીમાચિહ્નરૂપ આંક કંપનીના S&P BSE સેન્સેક્સ ઇન્ડેક્સમાં ઉપરની દિશા સૂચવે છે.
APSEZ એ 31 માર્ચ, 2024 (FY24) ના વર્ષમાં ભારતના કુલ કાર્ગોના 27 ટકા અને કન્ટેનર કાર્ગોના 44 ટકાનું સંચાલન કર્યું હતું. અદાણી પોર્ટ્સે નાણાકીય વર્ષ 2024 માં ભારતના તમામ કાર્ગો વોલ્યુમના ચોથા ભાગ કરતાં વધુનું સંચાલન કર્યું હતું. કંપનીના ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સને જોતા જાણીતા બ્રોકીંગ ફર્મ્સે અદાણી પોર્ટ્સના શેરોના ભાવમાં ઉછાળો થવાની સંભાવનાઓ જોઈ રહ્યા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)