MCX: સોનાનો વાયદો રૂ.139 અને ચાંદીનો વાયદો રૂ.67 નરમ
મુંબઈ, 27 ઓગસ્ટઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.61252.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.9037.99 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.52199.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 18098 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.785.3 કરોડનું થયું હતું.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 5799.01 કરોડનાં કામકાજ થયાં હતાં. MCX સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.71898ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.72062 અને નીચામાં રૂ.71752ના મથાળે અથડાઈ, રૂ.72039ના આગલા બંધ સામે રૂ.139 ઘટી રૂ.71900ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ વાયદો 8 ગ્રામદીઠ રૂ.474 વધી રૂ.57968ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડ-પેટલ ઓગસ્ટ વાયદો 1 ગ્રામદીઠ રૂ.64 વધી રૂ.7046ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.80 ઘટી રૂ.71420ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
સોના–ચાંદીના વાયદાઓમાં રૂ. 5799.01 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો કિલોદીઠ રૂ.85350ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.85969 અને નીચામાં રૂ.85240ના મથાળે અથડાઈ, રૂ.85668ના આગલા બંધ સામે રૂ.67 ઘટી રૂ.85601ના સ્તરે પહોંચ્યો હતો. આ સામે કિલોદીઠ ચાંદી-મિની ઓગસ્ટ વાયદો રૂ.292 વધી રૂ.85379ના ભાવે બોલાયો હતો. જ્યારે ચાંદી-માઈક્રો ઓગસ્ટ વાયદો રૂ.321 વધી રૂ.85380ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં એકંદરે વૃદ્ધિ
બિનલોહ ધાતુઓમાં રૂ. 1614.46 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબુ ઓગસ્ટ વાયદો રૂ.6.55 વધી રૂ.806.7ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત ઓગસ્ટ વાયદો 75 પૈસા વધી રૂ.270ના ભાવ થયા હતા. આ સામે એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો રૂ.1.5 વધી રૂ.231ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું ઓગસ્ટ વાયદો રૂ.1.45 વધી રૂ.186.15ના ભાવે બોલાયો હતો.
ક્રૂડ તેલ, નેચરલ ગેસના વાયદાના ભાવમાં સીમિત ઘટાડો
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1425.37 કરોડનાં કામકાજ થયાં હતાં. MCX ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.6451ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.6513 અને નીચામાં રૂ.6430ના સ્તરને સ્પર્શી, રૂ.6483ના આગલા બંધ સામે રૂ.9 ઘટી રૂ.6474ના ભાવે બોલાયો હતો. જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.7 ઘટી રૂ.6476ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.3.2 ઘટી રૂ.177.2ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.3.2 ઘટી રૂ.177.3ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
મેન્થા તેલ મામૂલી ઘટ્યુઃ બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ વાયદો 18098 પોઈન્ટના સ્તરે
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓગસ્ટ વાયદો કિલોદીઠ રૂ.961.1ના ભાવે ખૂલી, 60 પૈસા ઘટી રૂ.960ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.9037.99 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.52199.25 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 2548.49 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3250.53 કરોડના વેપાર થયા હતા. તાંબાના વાયદાઓમાં રૂ. 1058.58 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 213.10 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 30.10 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 312.68 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 528.23 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 897.15 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 7.37 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 7.37 કરોડનાં કામ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)