શોસિયલ મિડિયા મારફત ભ્રામક જાહેરાતો કરાતી બોગસ ઓફરો સામે વિવિધ એક્સચેન્જની ચેતવણી
અમદાવાદ, 27 ઓગસ્ટઃ એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે વોટ્સએપ ગ્રુપ્સ, ટેલિગ્રામ ચેનલ્સ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચેનલ્સ વગેરે જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા ભારતીય અને આંતરરાષ્ટ્રીય મોબાઇલ નંબર્સ દ્વારા કામ કરતા કેટલાક અનૈતિક પ્રવૃત્તિઓ કરતા લોકો/એકમો સેબી/એક્સચેન્જીસ દ્વારા કહેવાતા ઇશ્યૂ કરાયેલા ખોટા સર્ટિફિકેટ્સ દેખાડીને એપ્રતિષ્ઠિત નાણાંકીય સંસ્થા હોવાનો દેખાડો કરીને ખાસ વિશેષાધિકાર ધરાવતા ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ (એફપીઆઈ) અથવા ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર (એફઆઈઆઈ) સબ એકાઉન્ટ્સ અથવા ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉન્ટ્સ થકી ટ્રેડિંગની તકો ઓફર કરવાના ખોટા દાવા કરે છે. આવી કામગીરીઓમાં તેમની સ્કીમની હોવાનું દેખાડવા ખોટા નામ હેઠળ નોંધાયેલા મોબાઇલ નંબરનો ઉપયોગ કરવામાં આવે છે.
આવા લોકો/એકમોની પ્રવૃત્તિઓ આ મુજબની હોઈ શકે છેઃ
- પ્રતિષ્ઠિત સંસ્થાનો/લોકો સાથે જોડાયેલા હોવાનો દાવો કરવો
- રજિસ્ટર્ડ ટ્રેડિંગ મેમ્બર્સની વેબસાઇટ/એપ્લિકેશન્સનો દેખાવ કરતા અથવા તેનાથી ભળતા હોય તેવી બિનઅધિકૃત ટ્રેડિંગ એપ્લિકેશન્સ અને બિનનિયંત્રિત ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ પૂરા પાડવા
- સત્તાવાર ટ્રેડિંગ કે ડિમેટ એકાઉન્ટની જરૂરિયાત વિના જ ગેરંટેડ/ઊંચા વળતર મેળવવા માટે ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉન્ટમાં જોડાવવા/બનાવવા માટે લલચાવવા
- કેપિટલ/ફોરેક્સ/કોમોડિટીઝ માર્કેટમાં રોકાણો પર બાંયધરી સાથેના/ગેરંટેડ વળતર ઓફર કરવા
- રોકાણકારોને તેમના લોગિનની વિગતો (પાસવર્ડ સહિત) આપવાની જણાવીને તેમના ટ્રેડિંગ એકાઉન્ટ હેન્ડલ કરવાની ઓફર કરવી
- બાંયધરીકૃત નફાના ખોટા વચનો સાથે પ્રી-આઈપીઓ સબ્સ્ક્રીપ્શન કરાવવાનો દાવો કરવો
- ડબ્બા/ગેરકાયદેસર ટ્રેડિંગ સર્વિસીઝ ઓફર કરવી
- શેરબજારમાં ઓનલાઇન ટ્રેડિંગ કોર્સીસ, સેમિનાર્સ અને મેન્ટરશિપ પ્રોગ્રામ્સ, સોશિયલ મીડિયાનો લાભ લઈને તથા લાઇવ બ્રોડકાસ્ટ દ્વારા પીડિતોને લલચાવવા
એક્સચેન્જીસ દ્વારા અહીં રોકાણકારોને એવા કોઈપણ વોટ્સએપ/ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવાથી સાવચેત અને દૂર રહેવા માટે સલાહ આપવામાં આવે છે જેમાં માર્કેટ એનાલિસિસ સાથે શેરની ભલામણ આપવામાં આવતી હોય કે વોટ્સએપ/ટેલિગ્રામ ગ્રુપના મેમ્બર્સ માટે ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉન્ટ સર્વિસીઝ ઓફર કરીને કોઈ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવતું હોય જેમાં અપર સર્કિટ સ્ટોક્સમાં ટ્રેડિંગ, ડિસ્કાઉન્ટેડ પ્રાઇઝ પર બ્લોક ડીલ્સ, આઈપીઓમાં પ્રેફરન્શિયલ એલોટમેન્ટ વગેરેની સુવિધાઓ આપવામાં આવતી હોય. કૃપા કરીને નોંધ લેશો કે તમે ખોટી ટ્રેડિંગ એપ દ્વારા ઓફર કરવામાં આવતી ખોટી ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉન્ટ સર્વિસીઝ દ્વારા અવાસ્તવિક વળતરનું વચન આપતા બહુરાષ્ટ્રીય નાણાંકીય છેતરપિંડીનો હવે પછીનો ભોગ બનનારી વ્યક્તિ બની શકો છો.
આવા કૌભાંડોના પીડિતોને થર્ડ-પાર્ટી બેંક ખાતામાં ફંડ ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવે છે અને પછી તરત જ આ ખાતાંમાંથી ફંડ્સની ઉચાપત થઈ જાય છે અને બનાવટી ટ્રેડિંગ એપ્સમાં માત્ર કાગળ પર જ નફો બતાવીને ત્યાં જ છોડી દેવામાં આવે છે.
એટલે રોકાણકારોને નકલી ઇન્સ્ટિટ્યૂશનલ એકાઉન્ટ્સ દ્વારા સિક્યોરિટી માર્કેટમાં ટ્રેડિંગથી ઊંચા વળતરના કોઈપણ પ્રકારના સોશિયલ મીડિયાના દાવાથી બચવા માટે અને સ્ટોક માર્કેટની સલાહ કે એનાલિસીસમાં ન ફસાવવા માટે ચેતવવામાં આવે છે. www.sancharsaathi.gov.in વેબસાઇટ પર ચક્ષુ ફેસિલિટી ખાતે આવા શંકાસ્પદ ફ્રોડ કમ્યૂનિકેશનની જાણ કરો અને પછી ભારત સરકાર દ્વારા જાહેર હિતમાં જારી કરવામાં આવેલી વેબસાઇટ www.cybercrime.gov.in અથવા સાયબરક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર તેની જાણ કરો. રોકાણકારોને માન્યતાપ્રાપ્ત સ્ટોકબ્રોકર્સના બેંક ખાતા, વેબસાઇટ્સ અને ટ્રેડિંગ એપની પ્રમાણિતતાની ખરાઈ કરવા માટે સ્ટોક એક્સચેન્જીસની વેબપેજ લિંક ચકાસવા માટે સલાહ આપવામાં આવે છે.
રોકાણકારોને શેરબજારમાં સંકેતાત્મક કે બાંયધરીકૃત કે ગેરંટેડ વળતરની ઓફર કરતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરાતી આવી કોઈ સ્કીમ, રેફરલ અથવા પ્રોડક્ટની તેની વિશ્વસનીયતા તથા તેના અધિકૃત સ્ત્રોતની ખરાઇ કર્યા વિના સબસ્ક્રાઇબ ન કરવા માટે ચેતવવામાં અને સલાહ આપવામાં આવે છે કારણ કે કાયદા દ્વારા તે પ્રતિબંધિત છે. આ ઉપરાંત રોકાણકારોને કોઈની પણ સાથે યુઝર આઈડી કે પાસવર્ડ કે અન્ય કોઈ સંવેદનશીલ માહિતી જેવી તેમની ટ્રેડિંગની વિગતો શેર ન કરવા માટે સલાહ આપવામાં આવે છે. રોકાણકારોએ એ સમજવું જરૂરી છે કે ઊંચા વળતર ઓફર કરવામાં આવતા રોકાણોમાં છેતરપિંડીના જોખમ સહિત ખૂબ ઊંચા જોખમો રહેલા હોય છે અને સિક્યોરિટીઝ માર્કેટમાં બાંયધરીકૃત વળતરની કોઈ ગેરંટી હોઈ શકે નહીં.
રોકાણકારોને અત્યંત સાવધાની રાખવા, યોગ્ય નિયમો પાળવા અને SEBI/NSE/BSE/MCX/MSE/NCDEX રજિસ્ટર્ડ ઇન્ટરમિડીયરી હોવાનો દાવો કરતા કોઈપણ એકમનું રજિસ્ટ્રેશન સ્ટેટ ચકાસવા માટે વિનંતી કરવામાં આવે છે. એ પણ નોંધનીય છે કે એક્સચેન્જીસે રજિસ્ટર્ડ મેમ્બર્સ અને તેમના અધિકૃત લોકો, પ્રમાણિત ટ્રેડિંગ એપ્સ અને વેબસાઇટ્સની વિગતો તપાસવા માટે નીચે જણાવેલી તેમની વેબસાઇટ પર સુવિધા આપેલી છે. આ ઉપરાંત એક્સચેન્જને ટ્રેડિંગ મેમ્બર્સ દ્વારા જણાવ્યા મુજબ રોકાણકારો તરફથી કે રોકાણકારોને નાણાં ચૂકવવા કે મેળવવા માટે ક્લાયન્ટના બેંક ખાતાઓ તરીકે નોંધાયેલા નિયુક્ત બેંક ખાતાઓ પણ નીચેની લિંક્સ હેઠળ દર્શાવવામાં આવ્યા છે.
રોકાણકારોને કોઈપણ એકમ સાથે વ્યવહાર કરતી વખતે વિગતો તપાસવા સલાહ આપવામાં આવે છે.
- NSE – “Know/ Locate your Stock Broker” option under the link https://www.nseindia.com/invest/find-a-stock-broker
- BSE – “Member and Authorised Person’s details” option under the link “https://www.bseindia.com/members/MembershipDirectory.aspx”
- MCX – “Member and Authorised Person’s Details” option under the link “https://www.mcxindia.com/membership/notice-board/Member-AP-Details”
- NCDEX – Member Directory option under the link “https://ncdex.com/member_directory” and Authorised Person’s Directory option under the link “https://ncdex.com/authorised_person”
- MSE – “Know/Locate Your Stock Broker” option under the link “https://membershipauth.msei.in/Authorizedperson/sitepages/MemberDetails.aspx”
રોકાણકારો નોંધ લે કે આવી પ્રતિબંધિત સ્કીમ્સને લગતા કોઈપણ પ્રકારના વિવાદો માટે રોકાણકારો માટે નીચે મુજબની કોઈપણ પ્રકારની રાહતો ઉપલબ્ધ રહેશે નહીઃ
- એક્સચેન્જના ન્યાયક્ષેત્ર હેઠળ રોકાણકારોની સુરક્ષાના લાભ
- બજાર વિવાદ નિવારણ કામગીરી
- એક્સચેન્જીસ દ્વારા હાથ ધરાતી રોકાણકાર વિખવાદ નિવારણ કામગીરી
- રોકાણકારોને ઉપરોક્ત બાબતોની નોંધ લેવા સલાહ આપવામાં આવે છે
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)