AMG મિડીઆ નેટવર્કસની માલિકીની વિશ્વપ્રધાન કોમ.એ NDTVની પ્રમોટર કંપની RRPR હોલ્ડિંગના 99.5% શેર હસ્તગત અધિકારોનો ઉપયોગ કર્યોસેબીના ટેકઓવર નિયમનોના સંદર્ભમાં એનડીટીવીમાં ૨૬% સુધીનો હિસ્સો હસ્તગત કરવા સંબંધી ઓપન ઓફર માટેનો રસ્તો ખુલ્લો કરશે.
એનડીટીવી ત્રણ અગ્રણી રાષ્ટ્રીય ચેનલો અને મજબૂત ડિજિટલ પ્લેટફોર્મ ધરાવે છેએએમએનએલ એ અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની ૧૦૦% પેટાકંપની છે

અદાણી ગ્રુપ ધીરે ધીરે વિવિધ સેક્ટર્સમાં તેનો વ્યાપ વધારી રહ્યું છે. સતત એક્વિઝિશન અને મર્જર સાથે પ્રિન્ટ મિડિયા પછી સિમેન્ટ અને પાવર સેક્ટરમાં હસ્તગત બાદ હવે ઇલેક્ટ્રોનિક મિડિયામાં પણ પોતાના પગદંડો જમાવવા માટે સજ્જ બન્યું છે. એસીસી અને અંબુજા સિમેન્ટ માટે ઓપન ઓફરની જાહેરાત બાદ વધુ એક સેગમેન્ટમાં ગૌતમ અદાણી ઓપન ઓફર લાવી રહ્યા છે. આ વર્ષે થોડા મહિના પહેલાં જ અદાણી ગ્રુપ પ્રિન્ટ મિડિયા સેક્ટરમાં પ્રવેશ્યુ હતું. જે હવે ધીમેધીમે બિઝનેસ યોજનાઓ આગળ વધારી રહ્યુ છે.

Adani Media group (એએમજી)ની સંપૂર્ણ માલિકીની વિશ્વપ્રધાન કોમર્શિયલ પ્રા.લિ. (VCPL)એ RRPRનો 99.99 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે વોરંટનો ઉપયોગ કરવા જઈ રહી છે. વિશ્વપ્રધાન કોમર્શિયલ RRPRના વોરંટ ધરાવે છે. RRPR એનડીટીવી (NDTV)ની પ્રમોટર કંપની છે. જેનો NDTVમાં 29.18 ટકા હિસ્સો છે. વીસીપીએલ એએમજી મીડિયા નેટવર્ક લિ. અને અદાણી એન્ટરપ્રાઈઝ એનડીટીવીનો 26 ટકા હિસ્સો હસ્તગત કરવા ઓપન ઓફર લાવશે. એનડીટીવી ત્રણ દાયકાથી વધુ સમયથી સમાચાર જગતમાં એક અગ્રણી મીડિયા હાઉસ તરીકે પ્રસ્થાપિત થયું છે. કંપની ત્રણ નેશનલ ન્યુઝ  ચેનલ  એનડીટીવી 24×7, એનડીટીવી India અને NDTV પ્રોફીટનું સંચાલન કરે છે. તે મજબૂત ઑનલાઇન વર્ચસ્વ પણ ધરાવે છે અને વિવિધ પ્લેટફોર્મ પર ૩૫ મિલિયનથી વધુ ફલોઅર્સ સાથે સોશિયલ મીડિયા પર સૌથી વધુ અનુસરવામાં આવતા સમાચાર હેન્ડલ્સ પૈકીનુ એક મિડીઆ હાઉસ છે.

એએમજી મીડિયા નેટવર્કસ લિ.ના મુખ્ય કારોબારી અધિકારી સંજય પુગલિઆએ જણાવ્યું હતું કે સમાચારના સમગ્ર પ્લેટફોર્મ ઉપર આધુનિક સમયના માધ્યમનું લક્ષ્ય હાંસલ કરવાની કેડી કંડારવા તરફની કંપનીની સફરનો માર્ગ ખુલ્લો કરતાં આ હસ્તાંતરણ એક મહત્વનું સીમાચિહ્ન છે. ભારતીય નાગરિકો, ગ્રાહકો અને ભારતમાં રુચિ ધરાવતા લોકોને માહિતી અને જ્ઞાન સાથે સશક્ત બનાવવાનો એએમએનએલનો પ્રયાસ છે. સમાચારોમાં તેના અગ્રણી સ્થાન અને પેઢીઓ તેમજ ભૌગોલિક ક્ષેત્રોમાં તેની મજબૂત અને વૈવિધ્યસભર પહોંચ સાથે અમારા વિઝનને પહોંચાડવા માટે એનડીટીવી સૌથી યોગ્ય પ્રસારણ અને ડિજિટલ પ્લેટફોર્મ છે.