SNVA Traveltech Limited (Travomint) IPO માટે સેબીમાં UDRHP-1 ફાઇલ કર્યું

Ahmedabad, November 16:  એસએનવીએ ટ્રાવેલટેક લિમિટેડ, ડિજિટલ પ્લેટફોર્મ અને સર્વિસ સપોર્ટ ચેનલ્સ દ્વારા ટ્રાવેલ બુકિંગ સોલ્યુશન્સ પૂરા પાડતી ઓનલાઇન ટ્રાવેલ કંપનીએ તેના સૂચિત આઈપીઓ માટે અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ-1 (યુડીઆરએચપી-1) ફાઇલ કર્યું છે. પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 1ની ફેસ વેલ્યુ ધરાવતા વધુમાં વધુ 127,525,000 ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર સામેલ છે. પ્રમોટર્સ અને શેર વેચનારા હિસ્સેદારો આલોક કુમાર સિંહ અને વિવેક કુમાર સિંહ પ્રત્યેક વધુમાં વધુ 63,762,500 ઇક્વિટી શેર વેચવાનો પ્રસ્તાવ ધરાવે છે.

કંપનીએ 29 માર્ચ, 2026ના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ તેના ડ્રાફ્ટ દસ્તાવેજો ગુપ્ત રીતે ફાઇલ કર્યા હતા અને 6 ઓગસ્ટ, 2026ના રોજ તેને નિયમનકારી સંસ્થા તરફથી મંજૂરી મળી હતી.

2017માં સ્થપાયેલી આ કંપનીએ શરૂઆતમાં એર ટિકિટ બુકિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ધીમે ધીમે પોતાની સેવાઓનો વ્યાપ વધાર્યો હતો. કંપનીના વિકાસ અને નવા ભૌગોલિક બજારોમાં પ્રવેશને સરળ બનાવવા માટે તેણે આંતરિક માળખામાં ફેરફાર કર્યા હતા અને ચાર પેટાકંપનીઓ હસ્તગત કરી હતી. તેમાં પ્રમોટર્સ પાસેથી હસ્તગત કરવામાં આવેલી દુબઈ સ્થિત સંપૂર્ણ માલિકીની એક પેટાકંપની તેમજ અમેરિકા (યુએસએ), યુનાઇટેડ કિંગડમ (યુકે) અને સિંગાપોરમાં આવેલી ત્રણ પરોક્ષ પેટાકંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ બિઝનેસ પ્રક્રિયાઓને વધુ સરળ અને સુવ્યવસ્થિત બનાવવામાં, નવા ગ્રાહક વર્ગ સુધી પહોંચવામાં અને ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તા સુધારવામાં મદદ કરી છે. 31 ઓગસ્ટ, 2026 સુધીમાં કંપની 50થી વધુ દેશોમાં અંતિમ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડતી હતી.

કંપનીનું ટેક્નોલોજી માળખું તેના બુકિંગ એન્જિનને એપીઆઈ દ્વારા ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સ અને ટ્રાવેલ ક્ષેત્રના ભાગીદારો સાથે જોડે છે. ભાડા શોધવા, રૂટનું આયોજન કરવા, બુકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા, છેતરપિંડીની ઓળખ કરવા અને ભાવનો અંદાજ મેળવવા માટે કંપનીએ પોતાની રીતે વિકસાવેલા કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ ટૂલ્સ તેમજ એઆઈ આધારિત ટૂલ્સનો ઉપયોગ કરે છે. 31 ઓગસ્ટ, 2026 સુધીમાં કંપનીની ટેક્નોલોજી ટીમમાં 67 નિષ્ણાંતો કાર્યરત હતા. કંપનીએ તેના ડિજિટલ પ્લેટફોર્મ અને મુખ્ય સિસ્ટમ્સ 100 ટકા સમય કાર્યરત રહી હોવાનું જણાવ્યું હતું.

કંપનીનું કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્ય નાણાંકીય વર્ષ 2024માં રૂ. 5,062.35 મિલિયન હતું, જે વધીને નાણાંકીય વર્ષ 2026માં રૂ. 24,863.50 મિલિયન થયું હતું. જ્યારે 30 જૂન, 2026ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનાના ગાળામાં આ મૂલ્ય રૂ. 6,126.83 મિલિયન નોંધાયું હતું.

આ આઈપીઓ માટે ઇક્વિરસ કેપિટલ લિમિટેડ અને આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર્સ તરીકે કાર્યરત છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)