businessgujarat.in

ભારતમાં 15 ટકા મહિલાઓ તેમની બચત અથવા કમાણીમાંથી 30 ટકા રકમનું સેવિંગ્સ કરે છે. તેની સામે ગુજરાતમાં 32 ટકા મહિલાઓ તેમણે ઘરખર્ચમાથી બચાવેલી કે કમાણીમાંથી બચાવેલી 30 ટકા રકમનું બચત (સેવિંગ્સ) કરે છે, પરંતુ મોટાભાગની ગુજરાતી મહિલાઓ ફાઇનાન્સિયલ અવેરનેસ (મૂડીરોકાણ માર્ગદર્શન)ના અભાવે ઇન્વેસ્ટમેન્ટ (મૂડીરોકાણ) કરી શકતી નથી. પરંતુ તેઓ એમ પણ કબૂલે છે કે, જો તેમને યોગ્ય માર્ગદર્શન અને અભ્યાસની તક મળે તો તેઓ મૂડીરોકાણ કરવા માટે પણ તત્પર છે. ભારતની સૌ પ્રથમ નિયો અથવા તો ડિજિટલ બેન્ક તરીકે ઓળખાતા પ્લેટફોર્મ LXME ((લક્ષ્મી)ના ફાઉન્ડર અને એમડી પ્રિતિ રાઠી ગુપ્તા (જેઓ જાણીતી સ્ટોક બ્રોકર્સ ફર્મના સ્થાપક આનંદ રાઠીના પૂત્રી છે)ના જણાવ્યા અનુસાર LXME દ્રારા તાજેતરમાં જ મેટ્રો, ટીયર-1-2 શહેરોની 4000 મહિલાઓનો સંપર્ક કરીને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં એવું તારણ નીકળ્યું હતું કે,

76 ટકા મહિલાઓ ફાઇનાન્સિયલ પ્લાનિંગ અંગેની જાણકારીથી વચિંત

  • મોટાભાગની મહિલાઓ બચાવેલા પૈસામાંથી ફક્ત ગ્રોસરી, હાઉસહોલ્ડ ખર્ચાઓ, ટ્રાવેલ્સ પાછળના ખર્ચાઓ અંગે જ નિર્ણય લઇ શકે છે.
  • સેવિગ્સમાં તેઓ ગોલ્ડ, બરણી- કબાટ કે અન્ય રીતે ઘરમાં સંગ્રહ કરવાનું પસંદ કરે છે અને ચાઇલ્ડ એજ્યુકેશન માટે જ સેવિંગ્સનો કન્સેપ્ટ ધરાવે છે.
  • 50 ટકા કામકાજી મહિલાઓને એ ખબર નથી હોતી કે તેમણે કમાયેલા નાણાનું શું થાય છે. કારણકે ઘરમાં જ્યારે પણ ફાઇનાન્સિયલ બાબતોની ચર્ચા થતી હોય ત્યારે તેઓ ભાગ લઇ શકતી નથી અથવા તો રસ લેતી નથી.
  • રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે માત્ર 2 ટકા મહિલાઓ જ વિચારી શકી છે. બાકીની મહિલાઓ તેમના ઘરના પુરુષ વર્ગ ઉપર આધારિત રહે છે.
  • પોતાની કમાણીમાંથી ખર્ચ, બચત અને મૂડીરોકાણ અંગે સ્વતંત્ર રીતે નિર્ણય લેતી મહિલાઓનું પ્રમાણ સર્વે અનુસાર માત્ર 9 ટકા જ જોવા મળ્યું છે.
  • 58 ટકા આસપાસ મહિલાઓ પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ નથી અને 38 ટકા મહિલાઓ હજી પણ ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં જ રોકાણ કરવાનું પસંદ કરે છે. જેમાં બેન્ક એફડી, ગોલ્ડ, ઇન્સ્યોરન્સ, પીપીએફ, પીએફ, સરકારી બચત યોજનાઓ વગેરે કે જેમાં ઇન્ફ્રલેશન કરતા પણ નીચું રિટર્ન મળી રહ્યું છે.
  • મોટાભાગની મહિલાઓ સ્થાનિક સ્તરની ફાઇનાન્સ કંપનીઓ દ્રારા ચલાવાતા ચીટ ફંડ્સમાં પૈસા રોકે છે અને પાછળથી ચિટિંગનો ભોગ બને છે.
  • 76 ટકા મહિલાઓ પાસે ફાઇનાન્સિયલ પ્લાનિંગ અંગે કોઇ જાણકારી નથી કે મહિલાઓ સંચાલિત ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ નથી, કારણકે મોટાભાગની મહિલાઓ ઇચ્છે છે કે પુરુષો કરતાં મહિલા સલાહકાર હોવા જરૂરી છે.

ભારતની સૌપ્રથમ મહિલા નિયોબેન્ક (LXME NEOBANK FOR WOMEN)ની સ્થાપના

મહિલાઓ હવે તમામ સેક્ટર્સમાં પુરુષ સમોવડી બની રહી છે. ત્યારે મૂડીરોકાણ માર્ગદર્શન મુદ્દે પાછળ ના રહી જાય તેને ધ્યાનમાં રાખીને પ્રિતિ આનંદ રાઠીએ ડિજિટલ બેન્ક તરીકે ઓળખાતા પ્લેટફોર્મ LXME ((લક્ષ્મી)ની સ્થાપના કરી છે. જેમાં તેમની સાથે ડો. જસ્મીન બી ગુપ્તા(કો- ફાઉન્ડર અને સીઇઓ) અને રિધિ ડૂંગરસી કો- ફાઉન્ડર અને સીઓઓ) પણ જોડાયા છે. આ ત્રણેય મહિલાઓ ઉદ્યોગ સાહસિકોએ LXME પ્લેટફોર્મ દ્રારા મહિલાઓને સેવિંગ્સ- ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી તેમજ  ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પુરાં પાડતી બેન્કિંગ સેવાઓ પુરાં પાડવા માટે ફેડરલ બેન્ક સાથેના ટાઇઅપમાં એક પ્રયાસ શરૂ કર્યો છે. જેમાં અત્યારસુધીમાં એક લાખ મહિલાઓ ભાગ લઇ ચૂકી છે. અને 3 હજાર મહિલાઓએ રોકાણ પણ શરૂ કરી દીધું છે. ખાસ કરીને 25-45 વય જૂથની મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલા પ્લેટફોર્મ ઉપર આગામી વર્ષોમાં 2 કરોડથી પણ વધુ મહિલાઓને ફાઇનાસ્યિલ એજ્યુકેશન તેમજ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટેનું પ્લેટફોર્મ આપવાનો ટાર્ગેટ હોવાનું પ્રિતિ આનંદ રાઠીએ જણાવ્યું હતું.

તમામ ફાઇનાન્સિયલ જરૂરિયાતો પૂરી કરશે LXME

LXME એ ભારતનું પહેલું એવું નિયોબેન્ક અથવા ડિજિટલ બેન્ક પ્લેટફોર્મ છે જે મહિલાઓની સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ, લોન્સ સહિતની તમામ નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરી શકશે. – પ્રિતિ રાઠી ગુપ્તા, ફાઉન્ડર- એમડી, LXME

મહિલાઓ માટેની ફાઇનાન્સિયલ અવેરનેસઃ મહિલાઓ માટે મહિલાઓ દ્રારા

LXMEનો ગોલ છે કે, મહિલાઓમાં ફાઇનાન્સિયલ અવેરનેસ મહિલાઓ માટે મહિલાઓ દ્રારા કરીને 2 કરોડ મહિલાઓને તેમાં સાંકળી લેવી.- ડો. જસ્મીન બી. ગુપ્તા, કો- ફાઉન્ડર- સીઓઓ, LXME

મહિલાઓને સલામત ફાઇનાન્સિયલ પ્લેટફોર્મ આપવાનો પ્રયાસ

મહિલાઓ સહેલાઇથી અને સલામત રીતે ફાઇનાન્સિયલ એજ્યુકેશન, ઇન્વેસ્ટમેન્ટ કરીને આર્થિક સમૃદ્ધિ હાંસલ કરે તે માટે LXME દ્રારા પ્રયાસ કરાઇ રહ્યો છે.- રિધિ ડૂંગરસી, કો-ફાઉન્ડર- સીઓઓ, LXME