મુંબઈ, 5 સપ્ટેમ્બર: ભારતમાં અગ્રણી ઇન્ટિગ્રેટેડ શિપિંગ અને લોજિસ્ટિક્સ સોલ્યુશન આપતી કંપનીઓમાંની એક, લેન્સર કન્ટેનર લાઇન્સ લિમિટેડે અગ્રણી ઇન્ડોનેશિયન કંપની P.T.  મેપ ટ્રાન્સ લોજિસ્ટિક, સુરાબાયા સાથે 10,000 TEUs (વીસ-ફૂટ કન્ટેનર અને ચાલીસ-ફૂટ કન્ટેનર) ભાડે આપવા માટેનો કરાર કર્યો છે. લેન્સર કન્ટેનર લાઈન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ખાલિક ચટાઈવાલા અને P.T.  મેપ ટ્રાન્સ લોજિસ્ટિક, સુરાબાયાના ડિરેક્ટર પ્રફુલ ઝાની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

અગાઉ, કંપનીએ આગામી કેટલાક વર્ષો માટેની તેની વિસ્તરણ યોજનાઓની મોટી જાહેરાત કરી હતી. કંપનીએ તેની TEU ક્ષમતાને નાણાકીય વર્ષ 2024ના લગભગ 20,000થી વધારીને નાણાકીય વર્ષ 2026 સુધીમાં 45,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું છે. કંપની વધતી માંગને ધ્યાનમાં રાખીને દર મહિને 200-300 કન્ટેનરનો સમાવેશ કરીને તેની કન્ટેનર ઇન્વેન્ટરીમાં સતત વધારો કરવાનું લક્ષ્ય ધરાવે છે.

2011માં બનેલી, લેન્સર કન્ટેનર લાઇન્સ લિમિટેડ ભારતમાં ઇન્ટિગ્રેટેડ શિપિંગ અને લોજિસ્ટિક્સ સેવાઓ પ્રદાન કરવામાં રોકાયેલી છે. કંપની ભારતીય ઉપખંડ, દક્ષિણ પૂર્વ એશિયા, ભૂમધ્ય સમુદ્ર, રેડ સી, બ્લેક સી, એશિયા, મધ્ય પૂર્વ, આફ્રિકા, CIES દેશો, USA, યુરોપ અને લેટિન અમેરિકા જેવા પ્રદેશોમાં સેવાઓ પ્રદાન કરે છે. કંપનીએ ગ્લોબલ લોજિસ્ટિક ડોમેનમાં કેટલાક મહત્વના રજીસ્ટ્રેશન જેવા કે AMTOI, FIEO, BIC ફ્રાન્સ, WCA WORLD, GNN મેળવ્યા છે. કંપની 30થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે અને 86 પોર્ટ અને 36 ICD સ્થાનો પર સેવા આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)