અમદાવાદ, 1 નવેમ્બરઃ નિફ્ટી સળંગ બીજા સત્રમાં દબાણ હેઠળ રહેવા સાથે 31 ઓક્ટોબરના રોજ અડધો ટકો ઘટીને બંધ રહ્યો હતો. જો કે, તે હજુ પણ 24,100-24,500ની રેન્જમાં ટ્રેડ થયો હતો. 5 નવેમ્બરે આગામી સપ્તાહે યોજાનારી યુ.એસ.ની ચૂંટણીઓ પૂર્વે માર્કેટના ખેલાડીઓ સાવધાની જાળવી રહ્યા હોવાનું જણાય છે. નિફ્ટી નિર્ણાયક રીતે માટે 24,000-23,900 રોક બોટમ સાબિત થઇ શકે. ઉપરમાં 24,500નું લેવલ મજબૂત રેઝિસ્ટન્સ જણાય છે.

નિફ્ટીએ ગુરુવારે 136 પોઈન્ટના ઘટાડા સાથે 24,205 પર સત્ર સમાપ્ત કર્યું અને ડેઇલી ચાર્ટ પર લોઅર લો- હાયર હાઇની રચના અને મોમેન્ટમ સૂચક RSI (રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ)માં નકારાત્મક ક્રોસઓવર સાથે બેરીશ કેન્ડલસ્ટિક પેટર્નની રચના કરી છે. જે દર્શાવે છે કે, માર્કેટ મોમેન્ટમ નેગેટિવ રહી શકે છે. અવરલી ચાર્ટ પર, તેને 50 EMA ની આસપાસ પ્રતિકારનો સામનો કરવો પડ્યો, જે 24,200 તરફ ખેંચાઈ ગયો. જ્યાં સુધી નિફ્ટી 24,500ની નીચે રહેશે ત્યાં સુધી સેન્ટિમેન્ટ નબળું રહેવાનું ચાલુ રાખી શકે છે, આ લેવલ તરફ કોઈ પણ વધારા સાથે વેચાણના દબાણનો સામનો કરવો પડી શકે છે. 1 નવેમ્બરના રોજ, લક્ષ્મી પૂજન, સંવત 2081ના પ્રથમ દિવસે અથવા મુહૂર્ત ટ્રેડિંગ દિવસ માટે સાંજે એક કલાકના વેપાર માટે બજાર ખુલશે.

India VIX: વોલેટિલિટીએ સતત ત્રીજા સત્રમાં તેની ઉપરની દિશા જાળવી રાખી છે, જે અઢી મહિનાની નવી ટોચે પહોંચી છે. જ્યાં સુધી તે 12-13 આસપાસ નીચલા ઝોનમાં સ્થિર ન થાય ત્યાં સુધી બુલ્સે સાવચેત રહેવાની જરૂર છે. ઈન્ડિયા VIX 0.26 ટકા વધીને 15.55ના સ્તરે પહોંચ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)