અમદાવાદ, 11 નવેમ્બર: એગ્રો પ્રોડક્ટ્સના ટ્રેડિંગના વ્યવસાયમાં રહેલી અમદાવાદ સ્થિત મર્ક્યુરી ટ્રેડ લિંક્સ લિમિટેડ (BSE – 512415)નો રૂ. 48.95 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ 7 નવેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખુલ્યો છે. રાઇટ્સ ઇશ્યૂ દ્વારા એકત્રિત કરાયેલા ફંડનો ઉપયોગ કંપનીની કાર્યશીલ મૂડી જરૂરિયાતો, ઇશ્યૂના ખર્ચ માટે ભંડોળ આપવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. કંપનીના રાઇટ્સ ઇશ્યૂ શેર દીઠ રૂ. 44.95ના ભાવે ઓફર કરવામાં આવ્યા છે જેની સામે 6 નવેમ્બર, 2024ના રોજ શેરનો બંધ ભાવ શેર દીઠ રૂ. 60.43 હતો. રાઇટ્સ ઇશ્યૂ 05 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. માર્ચ, 2024 પછી કંપનીનો આ બીજો રાઇટ્સ ઇશ્યૂ છે જેમાં પહેલો રાઇટ્સ ઇશ્યૂ રૂ. 9.90 કરોડ એકત્રિત કરવા માટે શેર દીઠ રૂ. 40ના ભાવે શેર ઇશ્યૂ કરવામાં આવ્યા હતા.

કંપની ઇક્વિટી શેર દીઠ રૂ. 44.95ના ભાવે કેશમાં (ઇક્વિટી શેર દીઠ રૂ. 34.95ના પ્રીમિયમ સહિત) પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 1,08,90,000 ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જેનું મૂલ્ય રૂ. 48.95 કરોડ થાય છે. સૂચિત ઇશ્યૂ માટે રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ રેશિયો 4:1નો છે (રેકોર્ડ તારીખ 24 ઓક્ટોબર, 2024ના રોજ લાયક ઠરેલા ઇક્વિટી શેરધારકો દ્વારા રખાયેલા પ્રત્યેક 1 ફુલ્લી પેઇડ ઇક્વિટી શેર માટે પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 4 રાઇટ્સ ઇક્વિટી શેર્સ). રાઇટ્સ એન્ટાઇટલમેન્ટ્સના ઓન-માર્કેટ હકો ત્યાગ કરવાની છેલ્લી તારીખ 29 નવેમ્બર, 2024 છે.

રૂ. 48.95 કરોડની ઇશ્યૂની આવક પૈકી કંપની રૂ. 36.94 કરોડ કંપનીની કાર્યશીલ મૂડી માટે, રૂ. 25 લાખ રાઇટ્સ ઇશ્યૂના ખર્ચ માટે તથા રૂ. 11.76 કરોડ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાનો ઇરાદો ધરાવે છે.

માર્ચ, 2024ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 13.83 કરોડની કુલ આવક નોંધાવી હતી જે નાણાંકીય વર્ષ 2023માં રૂ. 0.48 કરોડની કુલ આવકની સરખામણીમાં 2796.42 ટકાનો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2024 માટેનો ચોખ્ખો નફો રૂ. 1.14 કરોડ હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)