HDFC મ્યુચ્યુઅલ ફંડે ઇનોવેશન ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 30 જૂન: HDFC મ્યુચ્યુઅલ ફંડના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એચડીએફસી ઇનોવેશન ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ફંડ એક ઓપન એન્ડેડ એક્ટિવલી મેનેજ્ડ ઇક્વિટી ફંડ છે જેનો ઉદ્દેશ એવી કંપનીઓમાં રોકાણ કરવાનો છે જે વિવિધ ક્ષેત્રોમાં ઇનોવેટિવ થીમ્સ અને વ્યૂહરચનાઓ અપનાવતી હોય. ન્યૂ ફંડ ઓફરિંગ્સ (એનએફઓ) 27 જૂન, 2025ના રોજ ખૂલશે અને 11 જુલાઈ, 2025ના રોજ બંધ થશે.
આ ફંડ ભારતની ઉભરતી ઇનોવેશન ઇકોસિસ્ટમનો લાભ લેવા માંગે છે જે ઝડપી ટેક્નોલોજીકલ પ્રગતિ, વિકસતી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ, વધતી ડિજિટલ સ્વીકૃતિ અને સહાયક સરકારી પહેલ દ્વારા આકાર લઇ રહી છે. એચડીએફસી ઇનોવેશન ફંડનો ઉદ્દેશ પોતે ઇનોવેટર હોય અથવા નવી ટેક્નોલોજીને શરૂઆતથી અપનાવી રહી હોય તેવી કંપનીઓમાં રોકાણ કરવાનો છે.
એચડીએફસી ઇનોવેશન ફંડનો ઉદ્દેશ ઇક્વિટી તથા ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં તેની નેટ એસેટ્સના કમસે કમ 80 ટકા ફંડનો રોકાણ કરવાનો છે જે ત્રણ મુખ્ય ઇનોવેશન પર ધ્યાન કેન્દ્રિત કરેઃ પ્રોડક્ટ ઇનોવેશન, પ્રોસેસ ઇનોવેશન અને બિઝનેસ મોડલ ઇનોવેશન. આ સ્કીમ ડાયરેક્ટ અને રેગ્યુલર બંને પ્લાન્સ ઓફર કરે છે, જેમાં ગ્રોથ અને ઇન્કમ ડિસ્ટ્રીબ્યુશન કમ કેપિટલ વિડ્રોઅલના વિકલ્પો છે. જો ફાળવણીની તારીખથી એક મહિનાની અંદર યુનિટ્સ રિડીમ કરવામાં આવે તો 1 ટકાનો એક્ઝિટ લોડ લાગુ પડે છે અને ત્યારબાદ કોઈ એક્ઝિટ લોડ લાગુ પડશે નહીં. આ સ્કીમ માટેનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 500 ઇન્ડેક્સ (ટોટલ રિટર્ન્સ ઇન્ડેક્સ) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
