અરવિંદ સ્માર્ટસ્પેસીસે સીઈઓ તરીકે પ્રિયાંશ કપૂરને નિયુક્ત કર્યા
અમદાવાદ, 24 જુલાઈ – રિયલ્ટી કંપની અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે તેના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે પ્રિયાંશ કપૂરની નિયુક્તિ કરી છે. કપૂરને 9 ઓગસ્ટ ની અસરથી નવા પૂર્ણકાલિન ડિરેક્ટર અને સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કમલ સિંગલ મેનેજિંગ ડિરેક્ટરપદે ચાલુ રહેશે. કપૂર વિવિધ લીડરશિપ ભૂમિકાઓમાં ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરમાં લગભગ 16 વર્ષનો અનુભવ ધરાવે છે. અગાઉ તેમણે ગોદરેજ પ્રોપર્ટીઝ અને વાધવા ગ્રુપ માટે કામ કર્યું છે. લાલભાઈ ગ્રુપની કંપની અરવિંદ સ્માર્ટસ્પેસીસ અમદાવાદ, ગાંધીનગર, બેંગાલુરુ, પૂણે અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ્સ ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
