અમદાવાદ,24 JULY: રેનૉલ્ટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેનૉલ્ટ ઈન્ડિયાએ આજે ભારતની સૌથી ઈનોવેટીવ 8 સીટર કાર-ઓલ-ન્યુ રેનૉલ્ટ ટ્રાઈબર લોંચ કરી છે. આ ન્યુ ટ્રાઈબર એક તદ્દન નવી અને આધુનિક ડિઝાઈન લોંગ્વેજ સાથે આરામદાયક સ્થિતિને વધારી શકાય તેવી ખાસ સુવિધાઓ ધરાવે છે ત્યારે મોડ્યુલેરિટીના તેના યુનિક ડીએનએને જાળવી રાખીને સ્પેસ ફિલોસોફી અંગે પુનઃવિચારને સ્વીકારવામાં આવી રહ્યો છે.

સૌથી વધારે ઈનોવેટીવ ફેમિલી કારની નવી પેઢી સંપૂર્ણપણે રિડિઝાઈન કરવામાં આવેલ ફ્રન્ટ ફેસિયા સાથે નવી શરૂઆત કરી છે, જેમાં એક બોલ્ડ ન્યુ ગ્રિલ, નવી શૈલીનો હૂડ, રિફ્રેશ્ડ બમ્પર, ન્યુ સ્લીક એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને ન્યુ એલઈડી ફોગ લેમ્પ્સનો સમાવેશ થાય છે.

35 નવા ફિચર્સથી સજ્જ આ કાર રેનૉલ્ટ। રીથિંક.બ્રાન્ડ ટ્રાન્સફો્મેશન સ્ટ્રેટેજી અંતર્ગત આ અત્યાર સુધીની પ્રથમ પ્રોડક્ટ છે. રીથિંક સ્પેસ ફિલસૂફીમાં બેસ્ટ-ઈન-ક્લાસ મોડ્યુલર સીટિંગની ઓફર કરે છે, જેમાં 3જી રો ઈઝી-ફિક્સ સીટ છે, જેને 5,6 અથવા 7 સીટરના સ્વરૂપમાં કોન્ફિગર કરી શકાય છે, આ ઉપરાંત તેમાં 625 લીટર સુધીના સેગમેન્ટ-અગ્રણી બુટ સ્પેસ છે, જે ગ્રાહકોને તેમની વિવિધ જીવનશૈલીની જરૂરિયાતોને પૂરા કરવા માટે કારના યુનિક અને ઈનોવેશન રીતે ઉપયોગની સુવિધા પૂરી પાડે છે.

નવી કિંમતો- સમગ્ર ભારતમાં એક કિંમત :

 એક્સ-શોરૂમ (રૂપિયામાં)  ઓથેન્ટીક ઈવોલ્યુશન  ટેકનોઈમોશન
  મેન્યુઅલ6, 29,9957,24,9957,99,9958,64,995
 ઈઝી-આર એએમટી9,16,995