અમદાવાદ,29 જુલાઇ:  અદાણી ગ્રીન એનર્જી (AGEL) ની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. નવી દિલ્હીમાં આયોજીત એક કાર્યક્રમમાં અદાણી ગ્રીન એનર્જીને મેરકોમ ઇન્ડિયા એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના ખાવડામાં 250 મેગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટને સફળતાપૂર્વક શરૂ કરવાની ઐતિહાસીક સિદ્ધિ હાંસલ કરવા બદલ કંપનીને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

અદાણી ગ્રીન એનર્જીએ 2024માં કચ્છ જિલ્લાના ખાવડામાં વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં ૨૫૦ મેગાવોટ સફળતાપૂર્વક કાર્યરત કર્યું હતું. ગુરુવારે (24 જુલાઈ) મેરકોમ ઇન્ડિયા રિન્યુએબલ્સ સમિટમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો, જેમાં કંપનીની અસાધારણ સિદ્ધિને બિરદાવવામાં આવી હતી.

અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતના ખાવડામાં ભારતનું સૌથી મોટું અને વિશ્વનું સૌથી મોટું 5.2 મેગાવોટનું ઓનશોર વિન્ડ ટર્બાઇન સ્થાપિત કર્યું છે. આ શક્તિશાળી વિન્ડ ટર્બાઇન મુન્દ્રામાં અદાણીની પવન ઉત્પાદન સુવિધામાં બનાવવામાં આવે છે.ભારતે 2030 ના લક્ષ્યાંક કરતા પાંચ વર્ષ પહેલાં બિન-અશ્મિભૂત સ્ત્રોતોમાંથી તેની સ્થાપિત વીજળી ક્ષમતાના 50 ટકા હાંસલ કરી લીધી છે. હાલમાં, ભારતની સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 245 GW થી વધુ છે, જેમાં 116 GW સૌર અને 52 GW પવન ઉર્જાનો સમાવેશ થાય છે.

ભારત ૫૦૦ ગીગાવોટ નવીનીકરણીય ઉર્જાના લક્ષ્ય તરફ સતત આગળ વધી રહ્યું છે. ઉર્જા મંત્રાલયે CEA, CTU અને પાવરગ્રીડ સાથે સંકલનમાં ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જા માટે એક વ્યાપક ટ્રાન્સમિશન યોજના તૈયાર કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)