રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે ‘જોયલેન્ડ’ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો

ચેન્નઈ, 15 ઓક્ટોબર: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એફએમસીજી પેટાકંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (RCPL) એ આજે તમિલનાડુમાં જોયલેન્ડ ફ્લેવર્ડ મિલ્કના લોન્ચિંગ થકી રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં પ્રવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. અસલ ડેરી પદાર્થોથી બનેલું અને માત્ર ₹૨૦ની કિંમતે મળતું જોયલેન્ડ ગ્રાહકો માટે સ્ટ્રોબેરી અને વનીલા જેવા સ્વાદિષ્ટ ફ્લેવર્સમાં આવ્યું છે.

​આ લોન્ચિંગ સાથે કંપનીએ પોતાના ટોટલ બેવરેજ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે, જે ગ્રાહકોને ‘વ્યાજબી કિંમતે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ્સ’ આપવાની તેમની નિષ્ઠાને વધુ મજબૂત કરે છે. ‘ઓછી કિંમતે વિશ્વસ્તરીય ગુણવત્તા’ આપવાના કંપનીના વચનને પૂરું કરતાં જોયલેન્ડ એક રેડી-ટુ-ડ્રિંક પેકિંગમાં અસલી સ્વાદ અને ઉત્તમ ગુણવત્તાનો અનુભવ આપે છે.

​રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર ટી. કૃષ્ણાકુમારે જણાવ્યું હતું કે “રેડી-ટુ-ડ્રિંક ડેરી માર્કેટમાં અમારો આ પ્રવેશ RCPLના પોર્ટફોલિયોને વિસ્તારવા અને ગ્રાહકોને વધુ વિકલ્પો પૂરા પાડવાની દિશામાં એક મહત્વનું કદમ છે. જોયલેન્ડ ડ્રીંક થકી અમે ડેરીની અસલ સામગ્રીઓ, શ્રેષ્ઠ ગુણવત્તા અને બધાને પરવડે તેવી કિંમતનો સંગમ લાવી રહ્યા છીએ, જેથી વધુને વધુ લોકો સુધી સર્વશ્રેષ્ઠ વસ્તુ પહોંચાડી શકીએ. ​તમિલનાડુથી આ સફરની શરૂઆત થઈ રહી છે અને અમે જોયલેન્ડને એક વિશાળ ડેરી બેવરેજ બ્રાન્ડ તરીકે વિકસાવીશું અને ધીરે ધીરે સમગ્ર ભારતમાં તેનો વિસ્તાર કરીશું.”

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)