ભારત અને યુકેએ ‘જેમ ઓફ અ પાર્ટનરશિપ’ પર હસ્તાક્ષર કર્યા.
અમદાવાદ,29 જુલાઇ: ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન સર કીર સ્ટાર્મરે બ્રિટિશ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન ચેકર્સ ખાતે 24 જુલાઈ 2025ના રોજ ઐતિહાસિક ભારત-યુકે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતા. જેમ એન્જ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચેરમેન શ્રી કિરીટ ભણસાલી યુકેમાં માનનીય વડાપ્રધાનના નેતૃત્વ હેઠળના વિશેષ 20 સભ્યોના વેપારી પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
FTA બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી વેપારમાં પરિવર્તન લાવવા માટે તૈયાર છે જેમાં ભારતની લગભગ 99 ટકા નિકાસોને યુકેના બજારમાં ડ્યુટી-ફ્રી એક્સેસ મળશે. આ કરાર મુખ્ય ક્ષેત્રોમાં, ખાસ કરીને પ્લેન ગોલ્ડ અને જેમસ્ટોન સ્ટડેડ જ્વેલરીમાં ભારતીય જેમ એક્સપોર્ટ્સને નોંધપાત્ર વેગ આપે તેવી સંભાવના છે.

2024માં ભારતે 941 મિલિયન ડોલરના મૂલ્યની જેમ્સ એન્ડ જ્વેલરીની યુકેમાં નિકાસ કરી હતી જ્યારે ત્યાંથી આયાત 2.7 અબજ ડોલરની રહી હતી જેના પગલે આ ક્ષેત્રમાં દ્વિપક્ષી વેપાર 3.6 અબજ ડોલરનો રહ્યો હતો. એફટીએ હેઠળ આ વેપાર લગભગ બમણો થવાનો અંદાજ છે જેમાં ભારતની જેમ એન્ડ જ્વેલરીની યુકેમાં નિકાસ 2.5 અબજ ડોલરને સ્પર્શે તથા આ સેક્ટરમાં દ્વિપક્ષી વેપાર બે વર્ષના ગાળામાં 7 અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે.
ભારત-યુકે મુક્ત વેપાર કરાર પર ઐતિહાસિક હસ્તાક્ષર થતો નિહાળવો એ એક ખૂબ જ મોટો વિશેષાધિકાર હતો. હાલમાં યુકેમાં નિકાસ 941 મિલિયન ડોલર જેટલી છે. ડ્યુટીમાં છૂટછાટો સાથે આ આંકડો આગામી ત્રણ વર્ષમાં 2.5 અબજ ડોલર સુધી વધવાની સંભાવના છે, જે અમારા ક્ષેત્રમાં એકંદર દ્વિપક્ષીય વેપારને અંદાજે 7 અબજ ડોલર સુધી વધારવામાં મદદ કરશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
