HDFC BANK એ BHARATGPT ક્રીયેટર કૉરોવરમાં રોકાણ કર્યું
અમદાવાદ, 19 ઑગસ્ટ: HDFC બેંકે આજે જાહેરાત કરી કે તેણે કન્વર્ઝેશનલ AI કંપની કૉરોવરમાં રોકાણ કર્યું છે. કૉરોવરએ ભારતજીપીટી નામના એક પાયોનિયર, સૉવરેન અને એન્ટરપ્રાઇઝ-ગ્રેડ લાર્જ લેન્ગ્વેજ મૉડેલ તૈયાર કર્યું છે.
એક અબજનો યુઝર બેઝ ધરાવતી અને 25,000થી વધુ એન્ટરપ્રાઇઝિસ અને ડેવલપર્સનો જેના પર ભરોસો છે, તે કૉરોવર દ્વારા કન્વર્ઝેશનલ AI એજન્ટ, AI આસિસ્ટન્ટ્સ (વીડિયોબૉટ, વૉઇસબૉટ, ચેટબૉટ) અને ટેલિફોની AI સોલ્યુશન્સ વિકસાવવામાં આવ્યાં છે. આ સોલ્યુશન્સ ભારતજીપીટી દ્વારા સંચાલિત છે, જે સંપૂર્ણપણે ભારતમાં, ભારત માટે નિર્મિત બહુભાષી, મલ્ટિમૉડલ અને ડૉમેઇન-એડપ્ટેબલ એલએલએમ છે.
કૉરોવર સ્ટેશન F પેરિસ અને એચઇસી પેરિસની સાથે સહભાગીદારીમાં ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાતા ઇન્ટરનેશનલ એક્સેલરેશન પ્રોગ્રામ ઇન્ડિયાAI સ્ટાર્ટઅપ્સ ગ્લોબલ જેવી તકોને રજૂ કરવા માટે સરકારના નીતિગત પ્રોત્સાહન તથા ઇન્ડિયાAI મિશન જેવી પહેલની મહત્ત્વની ભૂમિકાને સ્વીકારે છે.
કૉરોવરની માલિકીના પ્લેટફોર્મની મદદથી ઉદ્યમો ભારતજીપીટીની ભાષાની ઊંડી સમજણ, બોલીની વિવિધતા અને સંદર્ભની ચોકસાઈની સાથે સંકલિત કરવામાં આવેલ વૉઇસ, વીડિયો અને ચેટમાં ઇન્ટેલિજેન્ટ કન્વર્ઝેશનલ AI એજન્ટોને ઝડપથી કામે લગાડી શકે છે. કંપનીના તાજેતરમાં લૉન્ચ થયેલા ભારતજીપીટી મિનીની મદદથી ઓછી વિશેષતાઓ ધરાવતા ડીવાઇસ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગર (ટેલિફોની AI) પણ AI કામ કરી શકે છે, જેનાથી માળખાગત સુવિધાઓની મર્યાદા ધરાવતાં માહોલમાં પણ તેની સુલભતા ખાસી વધી શકી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
