Solarworld Energy Solutions Limited નો IPO 23 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 333 – 351
| IPO ખૂલશે | 23 સપ્ટેમ્બર |
| IPO બંધ થશે | 25 સપ્ટેમ્બર |
| એન્કર બિડિંગ | 22 સપ્ટેમ્બર |
| ફેસ વેલ્યૂ | રૂ. 5 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 333 – 351 |
| IPO સાઇઝ | રૂ. 490.00 કરોડ |
| લોટ સાઇઝ | 42 શેર્સ |
| લિસ્ટિંગ | BSE, NSE |
અમદાવાદ, 19 સપ્ટેમ્બર: સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ 23 સપ્ટેમ્બરના રોજ ખુલશે અને 25 સપ્ટેમ્બર ના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડિંગની તારીખ 22 સપ્ટેમ્બર રહેશે. રૂ. 5 ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શૅર દીઠ પ્રાઇસ બેન્ડ ₹333 થી ₹351 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. બિડ ઓછામાં ઓછા 42 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 42 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. કંપનીએ અગાઉ 9 નવેમ્બર,2024ના રોજ પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા ₹1,100.00 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો વધારાનો ઇશ્યુ કર્યો હતો. સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડનું શુક્રવારે ગ્રે માર્કેટ પ્રીમીયમ 11% છે. (બિનસત્તા અહેવાલ મુજબ)
ઇશ્યૂના ભંડોળનો ઉપયોગ કરવાની દરખાસ્તો એક નજરે:
કંપની નવા ઇક્વિટી શેર ઇશ્યુ અને પ્રી-આઈપીઓથી પ્રાપ્ત થયેલી રકમનો ઉપયોગ તેની પેટાકંપની, કાર્તિક સોલરવર્લ્ડ પ્રાઈવેટ લિમિટેડ (“KSPL”) માં રોકાણ કરવા માટે કરશે. આ રોકાણ મધ્ય પ્રદેશના પંઢુરણામાં 1.2 GW સોલર પીવી ટોપકોન સેલ ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે આંશિક ભંડોળ પૂરું પાડશે જ્યારે બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ બીએસઇ અને અનએસઇ ખાતે લિસ્ટિંગ કરાવવાની દરખાસ્ત ધરાવે છે.
કંપનીની કામગીરી એટ એ ગ્લાન્સ:
સોલારવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ 2013 માં સ્થાપિત સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ માટે એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (EPC) સેવાઓમાં વિશેષતા ધરાવતી સૌર ઉર્જા સોલ્યુશન્સ પ્રદાતા છે.
કંપની બે મોડેલ્સ દ્વારા સૌર ઉકેલો પ્રદાન કરે છે:
1.મૂડી ખર્ચ (CAPEX) મોડેલ: ડિઝાઇન, ઇન્સ્ટોલેશન, સેટઅપ અને કમિશનિંગ સહિત એન્ડ-ટુ-એન્ડ સોલાર પ્રોજેક્ટ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. પ્રોજેક્ટની માલિકી ગ્રાહક પાસે રહે છે.
2.રિન્યુએબલ એનર્જી સર્વિસ કંપની (RESCO) મોડેલ: ગ્રાહકો કોઈપણ અપફ્રન્ટ રોકાણ વિના સૌર ઉર્જા અપનાવી શકે છે. વ્યવસાયોને ઓછામાં ઓછા નાણાકીય બોજ સાથે તેમના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ કરે છે.
કંપનીના ગ્રાહક આધારમાં SJVN ગ્રીન એનર્જી લિમિટેડ, હલ્દીરામ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ, એથનિક ફૂડ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ અને સમીક્ષા સોલારવર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે:
31 માર્ચ, 2025 અને 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ વચ્ચે, સોલારવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડની આવકમાં 9% નો વધારો થયો છે અને કર પછીનો નફો (PAT) 49% નો વધારો થયો છે.
| Period Ended | 31 Mar 2025 | 31 Mar 2024 | 31 Mar 2023 |
| Assets | 598.02 | 155.02 | 120.43 |
| Total Income | 551.09 | 505.50 | 235.05 |
| Profit After Tax | 77.05 | 51.69 | 14.84 |
| NET Worth | 309.07 | 73.60 | 21.91 |
| Reserves and Surplus | 272.00 | 73.28 | 21.59 |
| Total Borrowing | 114.55 | 61.10 | 64.67 |
| Amount in ₹ Crore | |||
લીડ મેનેજર્સ: નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ અને એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, ઓફર માટેના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
