માર્કેટ લેન્સઃ ગિફ્ટ NIFTY માઇનસ 200, પ્રોફીટ બુકિંગ વધી શકે, NIFTY માટે 25200 મહત્વનો સપોર્ટ

Nifty માટે 25,300-25,200ના ઝોનમાં સપોર્ટ મળવાની શક્યતા છે, અને ત્યારબાદ 25,100-25,000ના લેવલે એક મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન આવેલો છે. ઉપરની તરફ, જો NIFTY 25,500ની ઉપર ટકી રહે છે, તો તે 25,650-25,800ના લેવલ તરફ આગળ વધી શકે તેવી શક્યતા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.

stocks to watch today:Signature Global India, Voltas, Paytm, Dilip Buildcon, Atul, Coal India, Ashoka Buildcon, Firstsource Solutions, Jindal Steel, Concord Enviro Systems

અમદાવાદ, 20 નવેમ્બરઃ ગિફ્ટ NIFTY પ્રિ-ઓપનિંગ સેશન પૂર્વે વહેલી સવારે આશરે 200 પોઇન્ટ નેગેટિવ ટ્રેડ થઇ રહ્યો હતો. તે ઓવરબોટ કન્ડિશન અને સાવચેતીના સૂર વચ્ચે કોન્સોલિડેશનનો સંકેત આપે છે તેવું બજાર નિષ્ણાતો જણાવી રહ્યા છે. જોકે, ઓવરઓલ માર્કેટ ટોન તેજી તરફી રહેવાનો આશાવાદ વ્યક્ત કરાઇ રહ્યો છે.

અગાઉના સેશનમાં શાનદાર તેજી જોવા મળ્યા બાદ અને ઓક્ટોબરના નીચા લેવલથી 15 ટકાનો ઉછાળો નોંધાવીને 25,500ની ઉપર નવ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી, NIFTYમાં હવે થોડું કોન્સોલિડેશન અને પ્રોફીટ બુકિંગ જોવા મળી શકે છે, કારણ કે ટેકનિકલ ઇન્ડાઇસિસ ‘ઓવરબોટ’ ઝોનમાં પ્રવેશી ચૂક્યા છે. તેમ છતાં, એકંદરે ટ્રેન્ડ મજબૂત તેજીનો  છે, અને NIFTY તેના મુખ્ય મૂવિંગ એવરેજથી ઘણો ઉપર ટ્રેડ કરી રહ્યો છે. લેવલ્સની દ્રષ્ટિએ જોઈએ તો, NIFTYને 25,300-25,200ના ઝોનમાં સપોર્ટ મળી શકે છે, અને ત્યારબાદ 25,100-25,000ના લેવલે મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન છે. ઉપરની તરફ, 25,500ની ઉપર ટકી રહેવાથી NIFTY 25,650-25,800ના લેવલ સુધી પહોંચી શકે છે.

NIFTYની સરખામણીમાં Bank Nifty સૌથી મજબૂત છે. મંગળવારે તેણે તેની અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટી ક્રોસ કરી હતી અને ત્યારબાદના સેશન્સમાં પણ તેજી જાળવી રાખી હતી, જે મજબૂત તેજીના વલણની પુષ્ટિ કરે છે. મોમેન્ટમ અને ટ્રેન્ડ ઇન્ડાઇસિસ પણ આ તેજીના વલણને સમર્થન આપે છે.

તાજેતરની ઝડપી તેજી સૂચવે છે કે કોઈપણ ઘટાડાને ખરીદીની તક તરીકે જોવો જોઈએ. જ્યાં સુધી બેન્ક NIFTY ટૂંકા ગાળાના ધોરણે 61,450ના લેવલની ઉપર રહે છે, ત્યાં સુધી ટ્રેન્ડ પોઝિટિવ જળવાઈ તેવી શક્યતા બજાર નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

Stocks Trade Ex-DividendOil India, Ashok Leyland, Alufluoride, BF Investment, Jamna Auto, Marsons, Polyplex Corporation, Prevest Denpro, PDP Shipping, Rama Phosphates, Shanmuga Hospital, Skyways Air, Steelcast, Talbros Automotive, Venus Pipes
Stock Trade Ex-Date for Buy BackMedi Assist
Stocks Trade Ex-Date for RightsSML Mahindra, Om Metallogic
Stock under F&O banKaynes Technology India

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)