ADANI સિમેન્ટ અને કૂલબ્રુક સિમેન્ટ ડિકાર્બોનાઇઝેશન માટે વિશ્વનું સૌપ્રથમ કોમર્શિયલ રોટોડાયનેમિક હીટરનો ઉપયોગ કરશે
અમદાવાદ, 13 નવેમ્બર: અદાણી સિમેન્ટ અને કૂલબ્રુકે આંધ્ર પ્રદેશમાં બોયારેડ્ડીપલ્લી ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ પ્લાન્ટ ખાતે સિમેન્ટ ડિકાર્બોનાઇઝેશનને આગળ વધારવા માટે ક્રાંતિકારી RotoDynamic Heater™ (RDH™) ટેક્નોલોજીના વિશ્વમાં સૌપ્રથમ વખત વ્યવસાયિક સ્તરે ઉપયોગ માટે તેમના ડિલિવરી કરારની જાહેરાત કરી છે. કૂલબ્રુકની RDH™ ટેક્નોલોજીને આ સૌપ્રથમ વખત ઔદ્યોગિક સ્તરે લાગુ કરવામાં આવી રહી છે જે અદાણી સિમેન્ટના 2050 સુધીમાં નેટ ઝીરો લક્ષ્યાંક હાંસલ કરવા અને વિશ્વભરમાં હેવી ઇન્ડસ્ટ્રી સેક્ટર્સમાં વાર્ષિક ધોરણે 2.4 અબજ ટન કાર્બન ડાયોક્સાઇડ ઘટાડવાના કૂલબ્રુકના ધ્યેયને આગળ વધારે છે.
આ ટેક્નોલોજી સિમેન્ટ ઉત્પાદનના સૌથી વધુ અશ્મિભૂત ઇંધણ સઘન તબક્કા એવા કેલ્સિનેશન ફેઝને ડિકાર્બોનાઇઝ કરશે. વૈકલ્પિક ઇંધણોની હિટીંગ વેલ્યુને ડ્રાય કરવા અને વધારવા માટે ક્લિન હીટ પૂરી પાડીને આ ટેક્નોલોજી અશ્મિભૂત ઇંધણોના બદલે ટકાઉ વિકલ્પોનો વધુ ઉપયોગ સક્ષમ બનાવે છે. આ પ્રકારે ઉપયોગ કરવાથી દર વર્ષે કાર્બન ઉત્સર્જનમાં સીધો 60,000 ટનનો ઘટાડો થવાની સંભાવના છે જે આગામી સમયમાં 10 ગણુ વધે તેવી શક્યતા ધરાવે છે, જે સિમેન્ટના ઉત્પાદનના ડિકાર્બોનાઇઝિંગ તરફનું એક મહત્વનું પગલું છે.
RDH™ ટેકનોલોજી અદાણી સિમેન્ટના ઉત્પાદનને ડિકાર્બોનાઇઝ કરવામાં, પ્રોસેસની કાર્યક્ષમતામાં સુધારો કરવામાં અને કંપનીના ટકાઉપણા લક્ષ્યોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, જેમાં નાણાંકીય વર્ષ 2028 સુધીમાં AFR (alternative fuels and resource materials) નો ઉપયોગ 30 ટકા સુધી વધારવા અને ગ્રીન પાવરનો હિસ્સો 60 ટકા સુધી વધારવાનો સમાવેશ થાય છે. ફર્સ્ટ જનરેશન RDH™ લગભગ 1000 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ વાયુ પૂરા પાડશે, જેનાથી વૈકલ્પિક ઇંધણને સૂકાઈ જશે જે તેના ઉપયોગને વધુ હરિયાળો અને વધુ કાર્યક્ષમ બનાવશે. આનાથી સિમેન્ટ ઉત્પાદન માટે હાઇ-ટેમ્પરેચર ઇલેક્ટ્રિફિકેશનમાં એક મહત્વની સફળતા મળશે.
અદાણી સિમેન્ટનું વ્યાપક ટકાઉપણા માટેનું નેતૃત્વનું પ્રમાણ એ બાબત પરથી મળે છે કે વૈશ્વિક સ્તરે તેણે એવી ચાર મોટી સિમેન્ટ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે જેણે SBTi-માન્યતા પ્રાપ્ત નેટ-ઝીરો લક્ષ્યાંકો અને વૈશ્વિક સહયોગ મેળવ્યા છે, જેમાં IRENA હેઠળ Alliance for Industry Decarbonisation (AFID) માં જોડાનારી તે વિશ્વની પ્રથમ સિમેન્ટ ઉત્પાદક કંપની બની છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
