અમદાવાદ, 23 ડિસેમ્બર: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ ઓસ્ટ્રેલિયામાં NQXTના 100% હિસ્સાનું સંપાદન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે, જેમાં ‘બહુમતી’ શેરધારકો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ રિવ્યૂ બોર્ડ ઓફ ઓસ્ટ્રેલિયા, વગેરેની મંજૂરીઓનો સમાવેશ થાય છે. APSEZ એ વેચાણકર્તા, કાર્માઇકલ રેલ અને પોર્ટ સિંગાપોર હોલ્ડિંગ્સ પ્રા. લિ.ને પ્રેફરન્શિયલ ધોરણે રુ.2ની ફેસ વેલ્યુના 14,38,20,153 ઇક્વિટી શેર ફાળવ્યા છે.

NQXT એ સંસાધનોથી સમૃદ્ધ ક્વીન્સલેન્ડના ઉત્પાદકો માટે એક મહત્વપૂર્ણ નિકાસ પ્રવેશદ્વાર છે જેની વર્તમાન ક્ષમતા વાર્ષિક 50 MT છે.

નાણાકીય વર્ષ-25 દરમિયાન NQXT ની કરાર ક્ષમતા 40 મિલિયન ટનની હતી અને તેણે EBITDA 228 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરે પહોંચાડ્યો છે. પ્રોફોર્મા આધારે, NQXT, APSEZ ના વર્ષ-25માં આવક અને EBITDA  અનુક્રમે 6% અને 7% પ્રસ્તુત કર્યો છે. જ્યારે પ્રોફોર્માના આધારે, નાણા વર્ષ-26માં EBITDA માર્ગદર્શન હવે રુ.21,000-22,000 કરોડથી રુ.22,350-23,350 કરોડ છે અને કાર્ગો વોલ્યુમ 505-515 MMT થી 545-555 MMT છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)