PRIMARY MARKET ZONE: આ સપ્તાહે 3 આઇપીઓ અને 3 લિસ્ટિંગની થશે એન્ટ્રી
| ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી IPO 23 ફેબ્રુઆરીએ ખુલશે; ઇશ્યૂનું કદ ઘટાડીને રૂ. 3,100 કરોડ | ગૌડિયમ IVF, ફ્રેક્ટલ ઇન્ડસ્ટ્રીઝ, યશ્તેજ ઇન્ડસ્ટ્રીઝ IPO | ફ્રેક્ટલ એનાલિટિક્સ, આયે ફાઇનાન્સ IPOમાં ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ મળતું નથી |
| Company | Opening | Closing | Price (Rs.) | Listing |
| PNGS Reva Diamond | Tue, Feb 24 | Thu, Feb 26 | 367/386 | BSE, NSE |
| Shree Ram Twistex | Mon, Feb 23 | Wed, Feb 25 | BSE, NSE | |
| Clean Max Enviro | Mon, Feb 23 | Wed, Feb 25 | 1000/1053 | BSE, NSE |
| Gaudium IVF | Fri, Feb 20 | Tue, Feb 24 | 75/79 | BSE, NSE |
અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ સેકન્ડરી માર્કેટમાં ચાલી રહેલી અવઢવની સ્થિતિની અસર પ્રાઇમરી માર્કેટ ઉપર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને આઇપીઓની ઘટેલી સંખ્યાના કારણે. તા.16 ફેબ્રુઆરીથી શરૂ થયેલા નવા સપ્તાહ દરમિયાન 3 આઇપીઓની એન્ટ્રી અને 3 નવાં આઇપીઓના શેરબજારોમાં થઇ રહ્યા છે લિસ્ટિંગ.
મેઇનબોર્ડમાં Gaudium IVF & Women Healthનો એકમાત્ર આઇપીઓ
| IPO Date | 20 to 24 Feb, 2026 |
| Listing Date | Fri, Feb 27, 2026 |
| Face Value | ₹5 per share |
| Sale Type | Fresh Capital & OFS |
| Issue Type | Bookbuilding IPO |
| Listing At | BSE, NSE |
મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી એક જાહેર ઇશ્યૂ Gaudium IVF & Women Healthનો આઇપીઓ એન્ટ્રી લઇ રહ્યો છે. ઇશ્યૂ 20 ફેબ્રુઆરીએ ખુલશે અને 24 ફેબ્રુઆરીએ બંધ થશે. IPO 1.13 કરોડ ઇક્વિટી શેરના નવા ઇશ્યૂ અને પ્રમોટર અને સ્થાપક ડૉ. મણિકા ખન્ના દ્વારા 94.93 લાખ શેરની ઓફર-ફોર-સેલનું સંયોજન છે. શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ ધરાવતાં આઇપીઓમાં પ્રાઇસબેન્ડ હવે પછી જાણવા મળશે
એસએમઇ સેગ્મેન્ટમાં બે આઇપીઓની થશે એન્ટ્રી
આ સપ્તાહે બે આઇપીઓ SME સેગમેન્ટમાં એન્ટર થઇ રહ્યા છે. કુલ રકમ રૂ. 138 કરોડ થાય છે.
ફ્રેક્ટલ ઇન્ડસ્ટ્રીઝઃ રૂ. 49 કરોડનો IPO 16 ફેબ્રુઆરીએ લોન્ચ કરશે અને 18 ફેબ્રુઆરીએ બંધ થશે, જેની પ્રાઇસબેન્ડ રૂ. 205-216 પ્રતિ શેર છે.
યશ્તેજ ઇન્ડસ્ટ્રીઝઃ રૂ. 89 કરોડનો આઇપીઓ18 ફેબ્રુઆરીએ એન્ટર થશે. તેનો ઉદ્દેશ્ય IPO દ્વારા રૂ. 110 પ્રતિ શેરના ભાવે રૂ. 88.87 કરોડ એકત્ર કરવાનો છે.
મારુશિકા ટેકનોલોજીઃ 16 ફેબ્રુઆરીએ તેનો IPO બંધ કરશે, જ્યારે તેના શેર NSE ઇમર્જ પર 19 ફેબ્રુઆરીથી ટ્રેડિંગ માટે ઉપલબ્ધ રહેશે. પબ્લિક ઇશ્યૂ 13 ફેબ્રુઆરી સુધી 78 ટકા સબસ્ક્રાઇબ થયો હતો.
મેઇનબોર્ડમાં- ફ્રેક્ટલ એનાલિટિક્સ અને આયે ફાઇનાન્સ 16 ફેબ્રુઆરીએ લિસ્ટિંગ કરાવશે
ફ્રેક્ટલ એનાલિટિક્સનો રૂ. 2,840 કરોડનો IPO 2.66 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે NBFC આયે ફાઇનાન્સનો રૂ. 1,010 કરોડનો પબ્લિક ઇશ્યૂ 9-11 ફેબ્રુઆરી દરમિયાન 97 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. બજાર નિરીક્ષકોએ જણાવ્યું હતું કે ફ્રેક્ટલ એનાલિટિક્સ અને આયે ફાઇનાન્સના IPO શેર બંનેને ગ્રે માર્કેટમાં કોઈ પ્રીમિયમ મળી રહ્યું નથી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
