ગુજરાત વિક્ટરી ફોર્જિંગ્સે SEBIમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 1 એપ્રિલઃ નોન-ફેરસ મેટલ પ્રોડક્ટ્સના ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલી ગુજરાત વિક્ટરી ફોર્જિંગ્સ લિમિટેડે IPO માટે SEBIમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.
કંપની નોન-ફેરસ મેટલ સ્ક્રેપના પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ દ્વારા નોન-ફેરસ મેટલ પ્રોડક્ટ્સના ઉત્પાદનના વ્યવસાયમાં રોકાયેલી છે. તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામાન્ય રીતે 99.96 ટકા-99.99 ટકા કોપર, કોપર સંબંધિત પ્રોડક્ટ્સ જેમ કે કોપર ટ્યુબ અને પાઇપ, કોપર ઇન્ગોટ્સ, કોપર બસબાર, કોપર રોડ, કોપર એલોય રોડ, કોપર કોઇલ, બ્રાસ ટ્યુબ અને પાઇપ (જે કુલ મળીને “Copper related products” તરીકે ઓળખાય છે) અને કોપરના માસ્ટર એલોય જેમ કે કોપર આર્સેનિક એલોય, કોપર ફોસ્ફરસ એલોય, કોપર નિકલ એલોય, ક્રોમિયમ ઝિર્કોનિયમ એલોય અને કોપર સિલિકોન એલોય (જે કુલ મળીને “Master Alloys of Copper” તરીકે ઓળખાય છે) નો સમાવેશ થાય છે, જે પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇવી અને ઓટોમોટિવ, કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ, રિન્યૂએબલ એનર્જી અને તેના સ્ટોરેજ સહિત વિવિધ ઉદ્યોગોમાં વપરાય છે.
વિજેન્દ્રકુમાર બિશમ્બર ગુપ્તા, મંજુબેન વિજેન્દ્રકુમાર ગુપ્તા અને રાહુલ વિજેન્દ્ર અગ્રવાલ કંપનીના પ્રમોટર્સ છે.
આ ઓફરમાં 65,00,000 સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને 1,32,00,000 સુધીના ઇક્વિટી શેરના વેચાણ માટેનો પ્રસ્તાવ સામેલ છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 10 છે.
કંપની ચોખ્ખી આવકનો ઉપયોગ વડોદરા ખાતે તેના હાલના યુનિટ 3ના વિસ્તરણ માટે મૂડી ખર્ચની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, કોપર કેથોડ્સની ઉત્પાદન ક્ષમતા વધારવા, કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ બાકી ઉધારના ભાગની પૂર્વ ચુકવણી અથવા સુનિશ્ચિત પુનઃચુકવણી માટે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
કંપનીની પ્રોડક્ટ્સ તેના ગ્રાહકોની જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરી શકાય છે, જેમાં શુદ્ધતાના સ્તર અને/અથવા અન્ય ધાતુ અને બિન-ધાતુ સાથેની રચનાનો સમાવેશ થાય છે જે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ હોય છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવનાર ઇક્વિટી શેરનું સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરવાનો પ્રસ્તાવ છે, જેમાં બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”, and together with BSE, the “Stock Exchanges”) નો સમાવેશ થાય છે.
મોનાર્ક નેટવર્થ કેપિટલ લિમિટેડ અને નિર્ભય કેપિટલ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
