અમદાવાદ, 9 એપ્રિલ 2026: ટાટા ગ્રુપનો ભાગ એવી ટાટા પાવરે આજે તેના તમામ બિઝનેસ ક્લસ્ટરોમાં ડેટા અને AI ટ્રાન્સફોર્મેશનને વેગ આપવા માટે એન્ટરપ્રાઇઝ-વાઇડ ડેટાબ્રિક્સ (Databricks) પ્લેટફોર્મ અપનાવવાની જાહેરાત કરી છે. આ પહેલનો ઉદ્દેશ્ય કાર્યક્ષમતામાં વધારો કરવો, વધુ ચોક્સાઈપૂર્વકના નિર્ણય લેવાની ક્ષમતા કેળવવી અને સ્કેલેબલ ડિજિટલ ઇનોવેશન લાવવાનો છે.

જેમ જેમ ટાટા પાવર એનર્જી ટ્રાન્ઝિશન (ઊર્જા પરિવર્તન)ને અનુરૂપ પોતાનું રૂપાંતર કરી રહ્યું છે કે જેમાં રિન્યુએબલ ઇન્ટિગ્રેશન (પુનઃપ્રાપ્ય ઊર્જાનું સંકલન),સ્માર્ટ ગ્રિડ્સ અને વિસ્તરણ પામી રહેલા B2C પોર્ટફોલિયોનો સમાવેશ થાય છે તેમ કંપની તેના વિકાસના આગામી તબક્કાને વધારે વેગ આપવા માટે એક ફ્યુચર-રેડી એટલે કે ભવિષ્ય માટે સજ્જ એવા ડેટા અને AI પ્લેટફોર્મ તૈયાર કરી રહી છે.આ યુનિફાઈડ પ્લેટફોર્મ ઈન્ટેલિજન્ટ ગ્રીડ મેનેજમેન્ટ,અત્યાધુનિક પાવર પ્લાનિંગ તથા ઓપ્ટિમાઇઝેશન,બિલિંગ અને કલેક્શનની કાર્યક્ષમતામાં સુધારો,રિન્યુએબલ એનર્જીનું સચોટ અનુમાન તથા સોલર મેન્યુફેક્ચરિંગ તથા રૂફટોપ બિઝનેસમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં સક્ષમ બનાવશે,તે સાથે જ ગ્રાહકોને સીમલેસ એટલે કે અવિરત અને સિંગલ વ્યૂ અનુભવ પણ પૂરો પાડશે.

આ ચાવીરૂપ પરિવર્તનનું એક મુખ્ય આકર્ષણ Genie-જીનીને અપનાવવું છે જે ડેટાબ્રિક્સનું AI એજન્ટ છે.તે કોઈપણ કર્મચારીને તેમના ડેટા સાથે વાતચીત કરવા અને તાત્કાલિક વિશ્વાસપાત્ર જવાબો મેળવવાની સુવિધા આપે છે.તેના નેચરલ લેંગ્વેજ ઇન્ટરફેસ એટલે કે સહજ ભાષા સંવાદ સાથે Genie સંસ્થાઓ માટે એન્ટરપ્રાઇઝ ડેટા મેળવવાની પદ્ધતિને તદ્દન નવેસરથી વ્યાખ્યાયિત કરે છે, જે ઝડપથી ઈનસાઈડ્ટ્સ, ડેશબોર્ડ્સ અને એનાલિટિક્સ તૈયાર કરવામાં તેમ જ વધારે સારા નિર્ણયો ઝડપભેર લેવામાં મદદરૂપ થાય છે.

ટાટા પાવરનો ઉદ્દેશ્ય ડેટાબ્રિક્સ પ્લેટફોર્મ પર એન્ટરપ્રાઇઝ ડેટાને એકીકૃત કરવાનો છે, જે નવી પહેલો અને આગામી પેઢીની AI એપ્લિકેશન્સ માટે એક મજબૂત આધારસ્તંભ તૈયાર કરશે.મધ્યમ ગાળામાં આ ભવિષ્યલક્ષી પ્લેટફોર્મ સેલ્ફ-સર્વિસ એનાલિટિક્સ, “ટોક-ટુ-ડેટા” એટલે કે ડેટા સાથે સંવાદ કરવાની ક્ષમતા તથા ડેટા તથા AIના લોકશાહીકરણને સક્ષમ બનાવશે, જે સમગ્ર સંસ્થામાં ચોક્સાઈપૂર્વક માહિતી પર આધારિત ઝડપી નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી બનાવશે.

આ વિઝનને સાકાર કરવા માટે ટાટા પાવર પ્લેટફોર્મની ક્ષમતાનો ઉપયોગ કરી એક મજબૂત ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે, જેને તેના આંતરિક સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા સંચાલિત કરવામાં આવશે અને વ્યૂહાત્મક પાર્ટનર ઇકોસિસ્ટમ દ્વારા વધારે મજબૂત બનાવવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)