TCSને ચોથા ક્વાર્ટરમાં ₹13,718 કરોડનો નફો થયો વાર્ષિક ધોરણે નફો 12% વધ્યો
અમદાવાદ, 10 એપ્રિલઃ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ ગુરુવારે તેના ચોથા ક્વાર્ટર (Q4) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 12% વધીને 13,718 કરોડ રૂપિયા રહ્યો. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં આ નફો 12,247 કરોડ રૂપિયા હતો.
નફાની સાથે-સાથે કંપનીના રેવન્યુમાં પણ વધારો જોવા મળ્યો છે. આ ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશનલ રેવન્યુ 10% વધીને 70,698 કરોડ રૂપિયા પર પહોંચી છે. કંપનીની આ મજબૂત વૃદ્ધિ પાછળ 12 અબજ ડોલર (લગભગ 1 લાખ કરોડ રૂપિયા) ની ત્રણ મેગા ડીલ્સ રહી.
FY24 ના ચોથા ક્વાર્ટરમાં TCS ને ₹13,718 કરોડનો નફો
વાર્ષિક ધોરણે:
| TCS | FY26 (જાન્યુઆરી–માર્ચ) | FY25 (જાન્યુઆરી–માર્ચ) | ફેરફાર |
| ઓપરેશનલ રેવન્યુ | ₹70,698 | ₹64,479 | 9.64% |
| કુલ આવક | ₹71,455 | ₹65,507 | 9.10% |
| કુલ ખર્ચ | ₹53,093 | ₹49,505 | 7.24% |
| ચોખ્ખો નફો | ₹13,718 | ₹12,224 | 12.22% |
ત્રિમાસિક ધોરણે:
| TCS | FY26 (જાન્યુઆરી–માર્ચ) | FY25 (ઓક્ટોબર–ડિસેમ્બર) | બદલાવ |
| ઓપરેશનલ રેવન્યુ | ₹70,698 | ₹67,087 | 5.38% |
| કુલ આવક | ₹71,455 | ₹68,205 | 4.76% |
| કુલ ખર્ચ | ₹53,093 | ₹50,736 | 4.64% |
| ચોખ્ખો નફો | ₹13,718 | ₹10,657 | 28.72% |
નોંધ: આંકડાકરોડ રૂપિયામાં છે.
કંપનીએ તેના શેરધારકોને પ્રતિ શેર ₹31નું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
