અમદાવાદ, 24 એપ્રિલ: ઈન્ટિગ્રેટેડ ટેક્નોલોજી અને એનર્જી સોલ્યુશન્સ કંપની આર્મી ઇન્ફોટેક લિમિટેડ(ArMee Infotech Limited)એ એક મહત્વની જાહેરાત કરી છે કે કંપનીએ બિહાર સરકારના બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ (BEPC) દ્વારા ‘સમગ્ર શિક્ષા 2025-26’ કાર્યક્રમ હેઠળ આપવામાં આવેલા પ્રતિષ્ઠિત વર્ક ઓર્ડરના સપ્લાય તબક્કાને સફળતાપૂર્વક પૂરો કર્યો છે.રૂપિયા 83.69 કરોડની કિંમતનો આ ઓર્ડર રાજ્યભરની 956 સરકારી શાળામાં અમલી બનાવેલ છે.

કંપની કોન્ટ્રાક્ટના સમયગાળા દરમિયાન ઇન્સ્ટોલેશન,તાલીમ અને સતત જાળવણી (O&M) પ્રત્યેની તેની જવાબદારી નિભાવશે, જેના માટે જરૂરી ICT ઇન્સ્ટ્રક્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ સિદ્ધિ સરકાર સંચાલિત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલમાં આર્મી ઇન્ફોટેકની વધતી જતી ઉપસ્થિતિને દર્શાવે છે, જે ભારતના વ્યાપક ડિજિટલ સમાવેશિકરણના એજન્ડા સાથે સુસંગત છે.

આર્મી ઇન્ફોટેક લિમિટેડ (ArMee Infotech Limited)એ એક સંકલિત IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનેજ્ડ સર્વિસિસ કંપની છે જેનું વૈવિધ્યસભર બિઝનેસ મોડેલ નીચે પ્રમાણેના ક્ષેત્રોમાં ફેલાયેલું છે:

  • સરકાર અને ઉદ્યોગ સાહસ IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ
  •  ICT લેબ અમલીકરણ અને સંચાલિત સેવાઓ
  •  આઈટી અને કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ માટે રિટેલ અનુભવ ઝોન
  • રિન્યૂએબલ એનર્જી સોલ્યુશન્સ, કે જેમાં PPAs અંતર્ગત EPC અને સોલર પાવર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ.

કંપની ભારતના ડિજિટલ અને એનર્જી ટ્રાન્ઝિશન પહેલો સાથે સુસંગત હોય તેવા સ્કેલેબલ અને ટેક્નોલોજી આધારિત સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાળવી રાખશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)