અમદાવાદ, 24 એપ્રિલ: IT કંપની ઇન્ફોસિસ (Infosys) એ 23 એપ્રિલે નાણાકીય વર્ષ 2025-26 ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 21% વધીને ₹8,501 કરોડ રહ્યો. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં ₹7,033 કરોડનો નફો થયો હતો.

ઓપરેશન્સમાંથી થતી આવક લગભગ 13.38% વધી. તે ₹46,402 કરોડ પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે ₹40,925 કરોડ હતી. ઇન્ફોસિસ (Infosys) એ FY27 માટે તેના રેવન્યુ ગાઇડન્સના અંદાજને 1.5%-3.5% કર્યો છે. કંપનીએ તેના રોકાણકારોને 25 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)