મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો પેટન્ટ પોર્ટફોલિયો છેલ્લા એક દાયકામાં 20 ગણો વધ્યો
Ahmedabad, April 24: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)એ તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા મેક ઈન ઈન્ડિયા પહેલમાં સતત રોકાણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતાં જાહેરાત કરી છે કે, છેલ્લા એક દાયકામાં કંપનીની મંજૂર પેટન્ટની સંખ્યા 20 ગણી વધી છે. નાણાકીય વર્ષ 2015-16માં 56 ગ્રાન્ટેડ પેટન્ટનો આંકડો નાણાકીય વર્ષ 2025-26માં વધી 1334 થયો છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા માર્ચ 2026 સુધીમાં કુલ 2728 અરજીઓ કરવામાં આવી હતી. જે તેની ઈનોવેશન અને શ્રેષ્ઠતા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. જેમાંથી 1334 પેટન્ટને મંજૂરી મળી હતી, તેમાં 60% ઓટોમોટિવ વેપાર અને 40% ફાર્મ વેપાર લગતી છે. નાણાકીય વર્ષ-2016માં અરજીઓનું પેટન્ટમાં કન્વર્ઝન રેશિયો 8% હતો અને જે છેલ્લા એક દાયકામાં વધી 65 ટકા થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
